Delhi

ઓમિક્રોનના સબ વેરિએન્ટ મ્છ.૨.૭૫ વાયરસ કેવી રીતે ફેલાય છે

નવીદિલ્હી
ભારતમાં પહેલીવાર ઓમિક્રોન સબ લિનેજ મ્છ.૨.૭૫ નોંધાયા બાદ યુકે, ઓસ્ટ્રેલિયા, ેંજી, જર્મની અને કેનેડામાં પણ તેના કેસ જાેવા મળ્યા છે. ર્ઝ્રંફૈંડ્ઢ-૧૯ વાયરસનો આ નવો વેરિએન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે. વેક્સીન લેવાથી આ વાયરસ સામે રોગ પ્રતિકારક શક્તિ ઉત્પન્ન થઈ શકે છે. ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામીનાથને જણાવ્યું છે કે, આ વેરિએન્ટ પહેલાના વાયરસ કરતા ગંભીર છે કે નહીં, તે જણાવવું મુશ્કેલ છે. આ સબ વેરિએન્ટ મ્છ.૨.૭૫ રિસેપ્ટર બાઈન્ડિંગ ડોમેઈન પર મ્યુટેશન્સ જાેવા મળી રહ્યા છે. જે વાયરસનો મહત્વપૂર્ણ ભાગ છે, જે હ્યુમન રિસેપ્ટર સાથે જાેડાય છે. કેન્દ્ર સરકાર અનુસાર અત્યાર સુધી મ્છ.૨, મ્છ.૨.૩૮, મ્છ.૪ અને મ્છ.૫ સંક્રમણ ફેલાય હતા. પરંતુ હવે ઓમિક્રોનનો સબ વેરિએન્ટ મ્છ.૨.૭૫ સામે આવ્યો છે. અનેક નિષ્ણાંતોએ દાવો કર્યો છે કે, ઓમિક્રોનનો આ સબ વેરિએન્ટ મોટી માત્રામાં લહેર પેદા કરી શકે તેવી સંભાવના જાેવા મળતી નથી. વૃદ્ધ વ્યક્તિઓએ સાવચેત રહેવાની જરૂરિયાત છે અને ડોકટરની સલાહ લેવી જરૂરી છે. મ્છ ૨.૭૫ વેરિએન્ટના કોઈ વિશિષ્ટ લક્ષણો જાેવા મળતા નથી, સામાન્ય તાવની સાથે હલ્કા લક્ષણો જાેવા મળી શકે છે. કેટલાક દર્દીઓને સંક્રમણ થવા છતાં પણ લક્ષણો જાેવા મળતા નથી. આ સબ વેરિએન્ટ આર.ટી-પી.સી.આર ટેસ્ટથી ઓળખવું મુશ્કેલ છે. આ સબ વેરિએન્ટ ઓળખવા માટે અલગ પદ્ધતિ શોધવાની જરૂરિયાત છે. આર.ટી-પી.સી.આર અથવા અન્ય પ્રકારના નિદાનથી પદ્ધતિ મોટી વસ્તી માટે જીનોમ સિક્વન્સની સુવિધા સરળતાથી ઉપલબ્ધ કરાવવાની જરૂરિયાત છે. આ નવા સબ વેરિએન્ટ પરથી કહી શકાય છે કે, મહામારી હજુ સુધી સમાપ્ત થઈ નથી. ઘરથી બહાર નીકળતી વખતે ભીડ ભાડવાળી જગ્યાએ, બસ, ટ્રેન અથવા ફ્લાઈટમાં સાર્વજનિક સ્થળો પર માસ્ક પહેરવું જરૂરી છે. જે લોકો કોવિડ-૧૯નો બૂસ્ટર ડોઝ લેવા માટે યોગ્ય છે, તેમણે બૂસ્ટર ડોઝ જરૂરથી લેવો જાેઈએ. આ વેરિએન્ટના મહારાષ્ટ્રમાં ૨૭, પશ્ચિમ બંગાળમાં ૧૩, દિલ્હી, જમ્મૂ અને યૂપીમાં ૧-૧, હરિયાણામાં ૬, હિમાચાલમાં ૩, કર્ણાટકમાં ૧૦, મધ્યપ્રદેશમાં ૫ અને તેલંગાણામાં ૨ કેસ સામે આવ્યા છે.

File-02-Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *