નવીદિલ્હી
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા બીએસ યેદિયુરપ્પાની પૌત્રી સૌંદર્યાએ કથિત રીતે ફાંસી લગાવીને આત્મહત્યા કરી છે. તે ૩૦ વર્ષની હતી. હાલ બોરિંગ અને લેડી કર્ઝન હોસ્પિટલમાં મૃતદેહનું પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે. બીએસ યેદિયુરપ્પાના કાર્યાલયે આ માહિતી આપી છે. સૌંદર્યા બેંગ્લોરની એમએસ રામૈયા હોસ્પિટલમાં ડૉક્ટર હતી. પોલીસના જણાવ્યા અનુસાર, તે શહેરના માઉન્ટ કાર્મેલ કોલેજ પાસેના એક એપાર્ટમેન્ટમાં તેના પતિ અને છ મહિનાના બાળક સાથે રહેતી હતી.
