Delhi

કાર્તિક આર્યને કરણ જાેહર અને સારા સામે બદલો લીધો

નવીદિલ્હી
કાર્તિક આર્યનને કરણ જાેહરે પોતાની ફિલ્મ દોસ્તાના ૨માંથી હાંકી કાઢ્યો હતો અને ત્યારબાદ કાર્તિકની કરિયર જાેખમમાં મૂકાઈ હોય તેમ લાગતુ હતું. કાર્તિકના ખરાબ દિવસો આવે તે પહેલાં જ ભૂલ ભુલૈયા ૨ સુપરહિટ સાબિત થઈ. સમ્રાટ પૃથ્વીરાજ જેવી બિગ બજેટ ફિલ્મને પછાડવામાં કાર્તિક સફળ રહેતાં તેની ગણતરી હવે સ્ટાર તરીકે થવા માંડી છે. કાર્તિક માટે સમય બદલાયો છે અને તેનો કોન્ફિડન્સ પણ વધ્યો છે. રીસેન્ટલી કોફી વિથ કરણમાં સારા અલી ખાન અને કરણ જાેહરે કાર્તિક આર્યનની ઠેકડી ઉડાવી હતી. તેનો જવાબ આપતાં કાર્તિકે કહ્યું હતું કે, રેપિડ ફાયર શોમાં પોપ્યુલારિટીથી તે ખુશ છે. એક ઈન્ટરવ્યૂ દરમિયાન કાર્તિકને પૂછવામાં આવ્યુ હતું કે, તેને સૌથી વધારે ગર્વ કઈ બાબતનો છે? જવાબમાં તેણે કહ્યું હતું કે, રેપિડ ફાયર શોમાં પોપ્યુલારિટીથી તે ખૂબ ખુશ છે. કોફી વિથ કરણના એપિસોડ દરમિયાન કરણ જાેહરે સારાને પૂછ્યુ હતું કે, તેનો એક્સ એ અન્યનો પણ એક્સ છે. સારાએ કહ્યું હતું કે, તે બધાનો એક્સ જ છે. અગાઉના એપિસોડમાં રણવીર સિંહે કાર્તિક આર્યનની નકલ કરી હતી. કાર્તિકના વળતા જવાબ અંગે ફેન્સનું માનવું છે કે, તેણે સારા-કરણ ઉપરાંત રણવીરને પણ જડબાતોડ જવાબ આપી દીધો છે અને સ્ટાર જેવો એટિટ્યુડ બતાવ્યો છે.

File-01-Page-30.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *