નવીદિલ્હી
ભારતીય ઝડપી બોલર દીપક ચાહરને પગની ઘૂંટીમાં મચકને પગલે તે ઈજાગ્રસ્ત થતા દક્ષિણ આફ્રિકા સામેની બાકીની બે વન-ડે મેચમાં તેને ટીમમાં લેવામાં આવે તેવી સંભાવના ઓછી જણાય છે. ભારતીય ટીમનો લખનૌમાં રમાયેલી પ્રથમ વન-ડેમાં નવ રને પરાજય થયો હતો. આ મેચ પૂર્વેના ટ્રેનિંગ સત્રમાં દીપક ઈજાગ્રસ્ત થયો હોવાથી તે અંતિમ ઈલેવનનો હિસ્સો નહતો. ભારતીય ટીમની પસંદગી સાથે સંકળાયેલા સૂત્રએ જણાવ્યું કે, દીપકની ઘૂંટીમાં મરોડ આવી ગઈ છે જાે કે તેની ઈજા ગંભીર નથી. થોડા દિવસ આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. હવે ટીમ મેનેજમેન્ટ પર તે ર્નિભર રહે છે કે તેઓ ટી૨૦ વર્લ્ડ કપમાં સ્ટેન્ડ બાય તરીકે રહેલા ચાહરને રમાડવાનું જાેખમ ખેડે છે કે કેમ. ભારતીય ટીમમાં હાલ ખેલાડીઓની ઈજા સૌથી મોટી સમસ્યા તરીકે ઉભરી છે. વરિષ્ઠ પેસર જસપ્રીત બુમરાહ પીઠની ઈજાને પગલે ટી૨૦ વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. જ્યારે રવિન્દ્ર જાડેજાને પગમાં ઈજા થવાથી તે પણ ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટી૨૦ વર્લ્ડ કપમાં ટીમનો હિસ્સો નથી રહ્યો. બુમરાહના સ્થાને મોહમ્મદ શમીને ભારતીય ટીમમાં તક મળે તેવી પ્રબળ સંભાવના છે. શમી કોરોનામાંથી સ્વસ્થ થયા બાદ ધીરે ધીરે ફિટનેસ પ્રાપ્ત કરી રહ્યો છે અને તે આગામી ત્રણ-ચાર દિવસમાં ઓસ્ટ્રેલિયામાં ટીમ સાથે જાેડાઈ શકે છે. સૂત્રોના મતે શમી સંપૂર્ણ ફિટ હશે તો તે પ્રથમ પ્રાથમિકતા મેળવશે. મુકેશ ચૌધરી અને ચેતન સાકરિયાને ટી૨૦ ટીમમાં નેટ બોલર્સ તરીકે સામેલ કરાયા છે. ગત વર્ષે ચેન્નાઈ સુપર કિંગ્સની ખોજ એવો મુકેશ ચૌધરી ઝડપી બોલર છે જ્યારે સૌરાષ્ટ્રનો ચેતન સાકરિયા પણ આઈપીએલથી લાઈમલાઈટમાં આવ્યો હતો.રોહિત શર્માના નેતૃત્વ હેળની ભારતીય ટીમ ૧૦ અને ૧૩ ઓક્ટોબરે ટી૨૦ વર્લ્ડ કપમાં પ્રેક્ટિસ મેચ રમશે.


