Delhi

પદ્મ ભૂષણથી સમ્માનિત ઉદ્યોગપતિ રાહુલ બજાજનું નિધન

નવીદિલ્હી
ઉદ્યોગપતિ રાહુલ બજાજનું પુણેમાં ૮૩ વર્ષની વયે નિધન થયું છે. લાંબા સમયથી કેન્સરથી પીડિત હતા. ૫૦ વર્ષથી બજાજ ગ્રુપના ચેરમેન હતા.તેમણે બજાજ ગ્રુપના વિકાસમાં તેમણું અમૂલ્ય યોગદાન આપ્યું હતું. રાહુલ બજાજ એ એક અગ્રણી ભારતીય ઉદ્યોગપતિ તરીકે ખ્યાતિ મેળવી ચૂક્યા હતા તથા ભારતીય સંસદના સભ્ય પણ હતા. તેઓ રાજસ્થાની વેપારી જમનાલાલ બજાજે શરૂ કરેલા ઉદ્યોગગૃહમાંથી આવ્યા હતા. ૧.૩૨ બિલિયન યુ.એસ. ડોલરની બજાજ ઓટો તેમની પ્રમુખ (ફલેગશિપ) કંપની છે. ૨૦૦૧માં તેમને પદ્મ ભૂષણથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. તેમનું ચોખ્ખું મૂલ્ય ૧.૧ બિલિયન યુ.એસ. ડૉલર જેટલું આંકવામાં આવે છે. ફોર્બ્સની ભારતના ૪૦ સૌથી ધનાઢ્ય લોકોની યાદીમાં તેમને વીસમું સ્થાન આપવામાં આવ્યું હતું. રાહુલ બજાજ યુ.એસ.એ.ની હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ, સેન્ટ સ્ટીફન્સ કૉલેજ, દિલ્હી, ગવર્મેન્ટ લૉ કૉલેજ, મુંબઈ અને કેથેડ્રલ એન્ડ જ્હોન કોનન સ્કૂલના ભૂતપૂર્વ વિંદ્યાર્થી છે. તેમને શિશિર બજાજ નામે એક ભાઈ છે, જેમની સાથે હાલમાં જ તેમણે વેપારી સમજૂતી કરાર કર્યો છે. તેમને શેખર, મધુર તથા નીરજ નામના ૩ પિતરાઈ ભાઈઓ છે, જેમની સાથે મળીને તેઓ બજાજ જૂથની કંપનીઓનું નિયમન કરે છે. તે ઉપરાંત, તેમને રાજીવ અને સંજીવ નામે બે પુત્રો તથા સુનયના કેજરીવાલ નામે એક પુત્રી છે. ૧૯૬૫માં તેમણે બજાજ જૂથની કમાન હાથમાં લીધી. તેમની સમયાવધિ દરમ્યાન પ્રમુખ (ફ્લેગશિપ) કંપની બજાજ ઓટોનું ટર્નઓવર રૂ.૭૨ મિલિયનથી વધીને રૂ.૪૬.૧૬ બિલિયન સુધી પહોંચ્યું હતું. રાહુલ બજાજે લાયસન્સ-પરમીટ રાજના મુશ્કેલ સમયમાં ભારતની સર્વશ્રેષ્ઠ કંપનીઓમાંની એક કંપની ઊભી કરી હતી. અકુર્દી અને વાલુજ ખાતે તેમણે કારખાનાંઓ સ્થાપ્યાં હતાં. ૧૯૮૦ના દાયકામાં બજાજ ઓટો ભારતમાં ટોચની સ્કૂટર ઉત્પાદક કંપની હતી અને તેની ચેતક બ્રાન્ડ માટે નોંધણી પછી ૧૦-વર્ષ રાહ જાેવી પડતી એટલી માંગ હતી. તેમના બન્ને પુત્રો રાજીવ બજાજ તથા સંજીવ બજાજ તેમની કંપનીઓના વ્યવસ્થાપનને સંભાળી રહ્યા છે. તેમની પુત્રી સુનયના કેજરીવાલે તેમાસેક ઈન્ડિયાના વડા મનીષ કેજરીવાલ સાથે લગ્ન કર્યાં છે. ગયા વર્ષે, તેમણે તેમના ભાઈ શિશિર બજાજ સાથે વેપારી સમજૂતી કરાર કર્યો હતો. બજાજ જૂથની કંપનીઓના નિયમનમાં તેમના ૩ પિતરાઈ ભાઈઓ, શેખર, મધુર તથા નીરજ તેમને મદદ કરતા હતા.

rahul-bajaj.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *