Delhi

પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના થકી મહિલાઓને ૬ હજાર મળશે

નવીદિલ્હી
પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના પ્રથમ વખત ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડે છે. આ યોજના ૧ જાન્યુઆરી, ૨૦૧૭ ના રોજ શરૂ કરવામાં આવી હતી. તે પ્રધાનમંત્રી ગર્ભવસ્થા સહાયતા યોજના તરીકે પણ ઓળખાય છે.સરકાર ખેડૂતો, મહિલાઓ, ગરીબો અને જરૂરિયાતમંદો માટે ઘણી વિશેષ યોજનાઓ ચલાવે છે. એવી કેન્દ્ર સરકારની એક યોજના જેમાં મહિલાઓને રૂ.૬૦૦૦ની આર્થિક સહાય આપવામાં આવે છે. શું તમે જાણો છો કે સરકાર ખેડૂતો ઉપરાંત મહિલાઓને ૬૦૦૦ રૂપિયા આપે છે. તમને કેન્દ્ર સરકારની સ્કીમ હેઠળ યોજના ચાલી રહી છે જે હેઠળ મહિલાઓના ખાતામાં ૬૦૦૦ રૂપિયા ટ્રાન્સફર કરાય છે. આ યોજના દેશના દરેક ક્ષેત્રમાં કાર્યરત છે. કેન્દ્ર સરકારની આ યોજનાનો લાભ માત્ર મહિલાઓને જ આપવામાં આવે છે. આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના છે. જેના હેઠળ કેન્દ્ર સરકાર મહિલાઓને ૬૦૦૦ રૂપિયા આપે છે. આ યોજનામાં ગર્ભવતી મહિલાઓ અરજી કરી શકે છે. આ યોજનામાં માતા-પિતાનું આધાર કાર્ડ, ઓળખ કાર્ડ, બાળ જન્મ પ્રમાણપત્ર, બેંક ખાતાની પાસબુક, આ યોજનાનો હેતુ માતા અને બાળક બંનેની સારી સંભાળ લેવાનો છે જેના માટે સરકાર તેમને રૂ.૬૦૦૦ની નાણાકીય સહાય આપે છે. સરકાર આ પૈસા તબક્કાઓમાં આપે છે. પ્રથમ તબક્કામાં રૂ.૧૦૦૦, બીજા તબક્કામાં રૂ.૨૦૦૦ અને ત્રીજા તબક્કામાં રૂ.૨૦૦૦ ગર્ભવતી મહિલાઓને આપવામાં આવે છે. જ્યારે હોસ્પિટલમાં બાળકના જન્મ સમયે સરકાર દ્વારા છેલ્લા રૂ.૧૦૦૦ આપવામાં આવે છે. આ યોજના વિશે વધુ માહિતી માટે તમે સત્તાવાર વેબસાઇટ રંંॅજઃ//ુષ્ઠઙ્ઘ.હૈષ્ઠ.ૈહ/જષ્ઠરીદ્બીજ/ॅટ્ઠિઙ્ઘરટ્ઠહ-દ્બટ્ઠહંિૈ-દ્બટ્ઠંિે-દૃટ્ઠહઙ્ઘટ્ઠહટ્ઠ-અર્દ્ઘટ્ઠહટ્ઠ ની મુલાકાત લઈ શકો છો. સરકાર દ્વારા બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ સખી યોજનામાં નોંધાયેલી મહિલાઓને માનદ વેતન ટ્રાન્સફર કરવામાં આવે છે. પીએમ મોદીએ તાજેતરમાં લગભગ ૨૦,૦૦૦ બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ્‌સના ખાતામાં રકમ જમા કરી હતી. સરકારે થોડા મહિના પહેલા રૂપિયા ૪૦૦૦ ટ્રાન્સફર કર્યા હતા. સરકાર માનદ વેતન તરીકે આ લોકોને ૬ મહિના માટે ૪૦૦૦ રૂપિયા આપે છે. આ સિવાય કમિશનનો લાભ પણ મળે છે.

PMMVY-Scheme.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *