Delhi

ફિલ્મ ટાઈગર-૩નું શૂટિંગ રદ કરવામાં આવ્યુ

નવીદિલ્હી
વધતા કોરોના સંક્રમણ અને ઓમિક્રોનના ખતરાને કારણે ધ્યાનમાં રાખીને મેકર્સ દ્વારા આવકારદાયક ર્નિણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે નવી દિલ્હી સહિત સમગ્ર ભારતમાં કોરોનાનો કહેર જાેવા મળી રહ્યો છે, ત્યારે ૧૨ જાન્યુઆરીથી શરૂ થનાર આ ફિલ્મનું ૧૫ દિવસનું શુટિગ શેડ્યૂલ હાલ પૂરતુ મુલતવી રાખવામાં આવ્યુ છે. ટાઈગર ૩ની ટીમે વિશ્વભરના ઘણા શહેરોનો પ્રવાસ કર્યો છે, કારણ કે આ એક્શન સ્પેક્ટેકલ ફિલ્મની ત્રીજી સિરીઝમાં ટાઈગર અને ઝોયા તેમના સૌથી ખતરનાક મિશનમાં જાેવા મળશે.દિગ્દર્શક મનીષ શર્મા અને રૂઇહ્લ આ ફિલ્મના શૂટિંગ શેડ્યૂલને શાનદાર રીતે પૂર્ણ કરવામાં કોઈ કસર છોડવા માગતા નથી. તેથી જ વધતા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને દિગ્દર્શક દ્વારા આ ર્નિણય લેવામાં આવ્યો છે.ઓમિક્રોન અને કોવિડ-૧૯ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને રૂઇહ્લએ સલમાન ખાનની ટાઈગર ૩નું શૂટિંગ શેડ્યૂલ રદ કરવાની જાહેરાત કરી છે. આ શૂટિંગ દિલ્હીમાં થવાનું હતુ,પરંતુ દિલ્હીમાં વધતા કોરોના સંક્રમણને કારણે સ્થિતિ વણસી હોવાથી મેકર્સે આ ર્નિણય લીધો છે. ડિસેમ્બર મહિનામાં રણબીર કપૂર, કાર્તિક આર્યન અને રણવીર સિંહ દિલ્હીમાં પોતપોતાની ફિલ્મોનું શૂટિંગ કરી રહ્યા હતા, પરંતુ કોવિડ કેસના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને આ શૂટિંગ બંધ કરવામાં આવ્યા છે. રણવીર-આલિયાની ફિલ્મ રોકી અને પિંકીની લવસ્ટોરી બાદ હવે સલમાનની ફિલ્મ ટાઈગર ૩નું શૂટિંગ સ્થગિત કરવામાં આવ્યુ છે. સુપરસ્ટાર સલમાન ખાન અને કેટરિના કૈફની ઓલ ટાઈમ બ્લોકબસ્ટર જાેડી મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ટાઈગર ૩’માં ફરી એકવાર સાથે જાેવા મળશે. મળતી માહિતી અનુસાર બંને ટાઈગર ૩ના શૂટિંગ શેડ્યૂલ માટે દિલ્હી જવાના હતા, જ્યાં ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ થવાનું હતું. જાે કે યશરાજ ફિલ્મ્સે નવી દિલ્હી સહિત સમગ્ર ભારતમાં ઓમિક્રોનના ખતરા અને કોવિડ-૧૯ના કેસોમાં થતાં વધારાને ધ્યાનમાં રાખીને આ શૂટિંગ શેડ્યૂલ મુલતવી રાખ્યુ છે.

Salman-Khan-Tiger-3-Stop-shooting-in-.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *