Delhi

ભૂખમરાની બાબતમાં ભારતની સ્થિતિ પાકિસ્તાન અને શ્રીલંકા કરતા પણ ખરાબ!

નવીદિલ્હી
ગ્લોબલ હંગર ઈંડેક્સના લેટેસ્ટ રિપોર્ટમાં ભારત માટે ચિંતાનો વિષય છે. ૧૨૧ દેશોમાં ભારતને ૧૦૭મું સ્થાન મળ્યું છે. ભારત, યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનને છોડીને દક્ષિણ એશિયાના લગભગ તમામ દેશમાં પાછળ છે. ગ્લોબલ હંગર ઈંડેક્સ, વૈશ્વિક, ક્ષેત્રિય અને રાષ્ટ્રીય સ્તર પર ભૂખને વ્યાપક રીતે માપવા અને ટ્રેક કરવાનું એક પ્રણાલી છે. જીએચઆઈ સ્કોરની ગણતરી ૧૦૦ અંકોમાંથી થાય છે. જે ભૂખની ગંભીરતાને દર્શાવે છે. જ્યાં શૂન્ય સૌથી વધારે સ્કોર છે અને ૧૦૦ સૌથી ખરાબ. ભારતને ૨૯.૧નો સ્કોર તેને ગંભીર શ્રેણીમાં રાખે છે. પાડોશી દેશોની વાત કરીએ તો, લગભગ તમામ દેશો ભારત કરતા સારી સ્થિતિમાં છે. શ્રીલંકાને ૬૪મો રેન્ક મળ્યો છે. નેપાળને ૮૧મો અને પાકિસ્તાનેને ૯૯મું સ્થાન મળ્યું છે. અફઘાનિસ્તાન (૧૦૯ રેન્ક) દક્ષિણ એશિયાનો એકમાત્ર દેશ છે, જેની સ્થિતિ ભારતથી પણ ખરાબ છે. તો વળી ચીન સામૂહિક રીતે ૧થી ૧૭ની વચ્ચે રેન્કવાળા દેશોમાં છે. જેનો સ્કોર પાંચથી ઓછો છે. અલ્પપોષણની વ્યાપકતા, જે આહારની ઊર્જા સેવનની જૂની કમીનો સામનો કરનારી વસ્તીનો એક ઉપાય છે. દેશમાં ૨૦૧૮-૨૦૨૦માં ૧૪.૬ ટકાથી વધીને ૨૦૧૯-૨૦૨૧માં ૧૬.૩ ટકા થઈ ગયું છે, જેનાથી ભારતમાં ૨૨૪.૩ મિલિયન લોકો કુપોષિત માનવામાં આવ્યા છે. તો વળી વિશ્વ સ્તર પર કુપોષિત લોકોની સંખ્યા ૮૨૮ મિલિયન છે. જાે કે, ભારતે અન્ય બે સંકેતકોમાં સુધારો કર્યો છે. ૨૦૧૪ અને ૨૦૨૨ની વચ્ચે બાળ સ્ટંટિંગ ૩૮.૭થી ઘટીને ૩૫.૫ થઈ ગયું છે અને આની સરખામણીમાં બાળ મૃત્યુદર પણ ૪.૬ ટકાથી ઘટીને ૩.૩ ટકા થયું છે. ૨૦૧૪માં ભારતમાં જીએચઆઈ સ્કોર ૨૮.૨ હતો, અને હવે ૨૦૨૨માં ૨૯.૧ થઈ ગયો છે. આ સ્થિતિ ભારત માટે કોઈ પણ સંજાેગોમાં સારી નથી. વિશ્વ સ્તર પર હાલના વર્ષોમાં ભૂખ વિરુદ્ધ પ્રગતિ ઘણા બધાં અંશે રોકાયેલી છે. દુનિયા માટે ૨૦૨૨ના ય્ૐૈં સ્કોર મધ્યમ માનવામાં આવે છે. પણ ૨૦૨૨માં ૧૮.૨ અને ૨૦૧૪માં ૧૯.૧થી થોડો સુધારો થયો છે. આ સંઘર્ષ, જળવાયુ પરિવર્તન, કોરોના મહામારીના આર્થિક પરિણામો અતિવ્યાપી સંકટોના કારણ છે. સાથે જ યુક્રેન યુદ્ધ, જેનાથી વૈશ્વિક ખાદ્ય,ઈંધણ અને ખાતરની કમીમાં વધારો છે અને આશા છે કે, ૨૦૨૩ અને ત્યાર બાદ ભૂખમરો વધશે.

File-02-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *