Delhi

માર્ક વુડ ઈજાના કારણે આઈપીએલની લખનૌ ટીમમાં નહી રમી શકે

નવીદિલ્હી
ઈન્ડિયન પ્રીમિયર લીગની ૧૫મી સીઝનની શરૂઆત પહેલા જ લખનૌ સુપર જાયન્ટ્‌સને મોટો ઝટકો લાગ્યો છે. ફાસ્ટ બોલર માર્ક વુડ ઈજાના કારણે ૈંઁન્ ૨૦૨૨ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. જેને પગલે ફ્રેન્ચાઈઝીએ બાંગ્લાદેશના ફાસ્ટ બોલર તસ્કીન અહેમદનો સંપર્ક કર્યો હતો, પરંતુ હવે જાણવા મળ્યું છે કે તસ્કીન અહેમદ પણ આઈપીએલ ૨૦૨૨ માં ભાગ લઈ શકશે નહીં. ક્રિકેટ વેબસાઈટ ક્રિકબઝના રિપોર્ટ પ્રમાણે બાંગ્લાદેશના ફાસ્ટ બોલર તસ્કીન અહેમદને ૈંઁન્ ૨૦૨૨ માં રમવા માટે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ નહીં મળે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના અધિકારીઓએ આ માહિતી આપી છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ ક્રિકેટ ઓપરેશન્સના પ્રમુખ જલાલ યુનુસના જણાવ્યા પ્રમાણે, “અમારી પાસે દક્ષિણ આફ્રિકા પ્રવાસ અને ભારત સામેની ઘરઆંગણાની શ્રેણી જેવી બે મહત્વપૂર્ણ શ્રેણી હોવાથી અમને લાગે છે કે ૈંઁન્ માં ભાગ લેવો તેના માટે યોગ્ય રહેશે નહીં.” અમે તસ્કીન અહેમદ સાથે વાત કરી છે અને તે પરિસ્થિતિને સમજે છે. તેમણે ફ્રેન્ચાઈઝીને જણાવ્યું કે તે આઈપીએલ નથી રમી રહ્યો અને દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ઉપલબ્ધ રહેશે. જે બાદ તે ઘરે પરત ફરશે. અગાઉ, ઘણા મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે લખનૌ સુપર જાયન્ટ્‌સે માર્ક વુડના સ્થાને તસ્કીન અહેમદનો સંપર્ક કર્યો હતો. સમાચાર હતા કે ફ્રેન્ચાઇઝી આખી સિઝન માટે ફાસ્ટ બોલર તસ્કીન અહેમદનો સમાવેશ કરવા માંગે છે. આ માટે તેણે તસ્કીનને ઓફર પણ આપી હતી. જાે કે, હવે તસ્કીન અહેમદ ૈંઁન્ ૨૦૨૨ માં લખનૌ ટીમ તરફથી રમી શકશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *