Delhi

શ્રેયસ અય્યર દશકનો શ્રેષ્ઠ ખેલાડી બનાવાની ક્ષમતા ધરાવે છે ઃ બ્રેન્ડન મેક્કુલમ

નવીદિલ્હી
કોલકાતા નાઈટ રાઈડર્સના કોચ બ્રેન્ડન મેક્કુલમે હ્યું કે તેમના નવા કેપ્ટન શ્રેયસ અય્યરમાં ટીમનો “દશકનો શ્રેષ્ઠ ખેલાડી” બનવાના તમામ ગુણો છે. ૨૦૨૦માં દિલ્હીને ૈંઁન્ ફાઇનલમાં લઈ જનાર ઐયરને કેકેઆરએ ૧૨ કરોડ ૨૫ લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. તેને બે વખતની ચેમ્પિયન ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. કોલકાતાએ ગત સિઝનમાં ઈંગ્લેન્ડના ઈયોન મોર્ગનની કપ્તાનીમાં ફાઈનલ રમી હતી પરંતુ ચેન્નાઈ સામે હાર થઈ હતી. મેચની પૂર્વ સંધ્યાએ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં મેક્કુલમે કહ્યું, “તે કેકેઆર માટે દાયકાનો સર્વશ્રેષ્ઠ ખેલાડી બની શકે છે. અમારે ક્યાંકથી શરૂઆત કરવી છે અને તે છે.” સમગ્ર વિશ્વમાં તેનું સન્માન થાય છે અને તેનું શ્રેષ્ઠ પ્રદર્શન હજુ આવવાનું બાકી છે. તેની પાસે રમતનો સુપરસ્ટાર બનવાના ગુણો છે અને હું તેની સાથે કામ કરવા માટે ઉત્સુક છું.” ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ બેટ્‌સમેને કહ્યું કે તે ખૂબ જ રોમાંચિત છે કે અય્યર પણ આક્રમક માનસિકતા ધરાવતો ખેલાડી છે. તેણે કહ્યું, “આપણા બંનેની રમતને લઈને સમાન માનસિકતા છે. અમે સાથે મળીને આ સફર કરીશું અને ફોકસ માત્ર પરિણામો પર નહીં પણ કંઇક આપવા પર રહેશે. મેક્કુલમે કહ્યું કે ટિમ સાઉથીની ગેરહાજરીમાં ભારતના ઝડપી બોલર ઉમેશ યાદવ બોલીંગ આક્રમણની આગેવાની કરશે. પ્રથમ મેચમાં કોલકાતાને સાઉથીનો લાભ નહીં મળે તેમજ ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સ પણ કેટલીક મેચો માટે ઉપલબ્ધ રહેશે નહીં. કોચે કહ્યું, “કમનસીબે, સાઉદી પ્રથમ મેચ માટે ઉપલબ્ધ નથી. તેમને ભારત પહોંચવામાં થોડો સમય થયો છે. તેથી તે પ્રથમ મેચ માટે ઉપલબ્ધ રહેશે નહીં. ઉમેશ યાદવ અમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. તે બોલને સારી રીતે સ્વિંગ કરે છે અને વિકેટ પણ લે છે.કોલકાતા નાઈટ રાઈડર્સ આઇપીએલ ૨૦૨૨ માં નવા કેપ્ટન સાથે પ્રવેશ કરશે. પોતાની કપ્તાની હેઠળ દિલ્હી કેપિટલ્સને ફાઇનલમાં લઈ જનાર શ્રેયસ અય્યર આ સિઝનમાં કોલકાતાની કેપ્ટનશીપ કરશે અને ટીમને આશા છે કે આ ખેલાડી પોતાની આગેવાનીમાં ટીમનો ખિતાબનો દુષ્કાળ ખતમ કરશે. કોલકાતાએ છેલ્લે ૨૦૧૪માં ગૌતમ ગંભીરની કપ્તાનીમાં ખિતાબ જીત્યો હતો પરંતુ ત્યારથી ટીમ ટ્રોફી જીતવામાં સફળ રહી નથી. કોલકાતાએ પોતાની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે રમવાની છે અને આ મેચ સાથે જ આઈપીએલની વર્તમાન સિઝન શરૂ થશે. આ મેચ પહેલા ટીમના કોચ બ્રેન્ડન મેક્કુલમે અય્યરની જાેરદાર પ્રશંસા કરી હતી.

Shreyas-Iyer.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *