Delhi

સરકારે ફેર કેપ શું હટાવી દીધી છે?!.. , શું હવાઈ મુસાફરીના દરોમાં થયો ઘટાડો?!..

નવીદિલ્હી
સરકારે હવાઈ મુસાફરીના ભાડાં પર વાજબી મર્યાદાની આવશ્યકતા નાબૂદ કરતાની સાથે જ ભાવમાં મોટો ઘટાડો થયો છે. હવાઈ ??મુસાફરીના ભાડા, જે ગયા મહિના સુધી આસમાનને આંબી રહ્યા હતા, તે હવે જમીન પર આવી ગયા છે. અમારી સહોયોગી વેબસાઈટ મનીકંટ્રોલ અનુસાર, સરકારે ગયા અઠવાડિયે જ ફેર કેપની જવાબદારી નાબૂદ કરી દીધી હતી. ફેર કેપનો અર્થ એ હતો કે કંપનીઓ ભાડું નિયત મર્યાદાથી નીચે રાખી શકતી નથી અને ઉપલી મર્યાદા કરતાં વધુ ભાડું વધારી શકતી નથી. પરંતુ તે નિયમ ઉઠાવી લીધા પછી બજારમાં વધતી સ્પર્ધાને ધ્યાનમાં રાખીને કંપનીઓ તેમના ગ્રાહકોને આકર્ષવા માટે સંપૂર્ણ તૈયારી કરી રહી છે. આ જ કારણ છે કે છાટ્ઠજટ્ઠ છૈિ, ૈંહઙ્ઘૈર્ખ્ત, છૈછિજૈટ્ઠ, ય્ર્હ્લૈજિં અને ફૈજંટ્ઠટ્ઠિ જેવી કંપનીઓએ તેમના ભાડામાં મોટો ઘટાડો કર્યો છે. માત્ર એક મહિના પહેલા શરૂ થયેલી એરલાઇન અકાસા એરે તેના તમામ રૂટ પર ભાડામાં ધરખમ ઘટાડો કર્યો છે. આ કંપની હાલમાં મુંબઈ-બેંગલુરુ રૂટ પર રૂ. ૨,૦૦૦-૨,૨૦૦માં હવાઈ મુસાફરી ઓફર કરી રહી છે, જ્યારે ગયા મહિના સુધી આ રૂટ પરનું ભાડું રૂ. ૩,૯૪૮ પ્રતિ વ્યક્તિ હતું. એ જ રીતે મુંબઈ-અમદાવાદનું ભાડું ગયા મહિના સુધી ૫,૦૦૮ હતું, જે હવે ઘટીને ૧,૪૦૦ રૂપિયા થઈ ગયું છે. દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોએ પણ અકાસા એર રૂટની તેની ફ્લાઇટના ભાડામાં ઘટાડો કર્યો છે, જ્યારે ગો-ફર્સ્ટ પણ આ રૂટ પર ભાડામાં ઘટાડો કરી રહી છે. ગયા મહિના સુધી એરલાઇન્સ દિલ્હીથી લખનઉ માટે રૂ. ૩,૫૦૦-૪,૦૦૦ ચાર્જ કરતી હતી, તે હવે ભાડું ઘટીને રૂ. ૧,૯૦૦થી ૨,૨૦૦ થઈ ગયું છે. આ રૂટ પર સૌથી સસ્તા ભાવ એર એશિયા અને ઈન્ડિગોના છે. એ જ રીતે કોચી અને બેંગલુરુ વચ્ચેનું હવાઈ ભાડું ૧,૩૦૦ રૂપિયાથી ઘટીને ૧,૧૦૦ રૂપિયા થઈ ગયું છે. ગો-ફર્સ્ટ, ઈન્ડિગો અને એરએશિયા આ રૂટ પર સૌથી ઓછું ભાડું વસૂલ કરી રહી છે. થોડા દિવસો પહેલા મુંબઈ-જયપુર રૂટ પર હવાઈ ભાડું રૂ. ૫,૦૦૦થી ૫,૫૦૦ હતું, જે હવે ઘટીને રૂ. ૩,૯૦૦ થયું છે. ઉડ્ડયન ક્ષેત્રના નિષ્ણાતોનું કહેવું છે કે ભાડામાં ઘટાડો માર્કેટમાં વધેલી સ્પર્ધાનું પરિણામ છે. તમામ એરલાઇન્સ તેમના ભાડામાં ઘટાડો કરી રહી છે, જે આ સેક્ટરમાં ઝડપી ગ્રોથ દર્શાવે છે. તેનાથી માંગમાં વધારો થશે અને કોરોના મહામારી સામે લડી રહેલા વિમાન ઉદ્યોગને મદદ મળશે. એક એરલાઇનના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ભાડામાં ઘટાડો માંગ ઓછી હોવાને કારણે પણ થયો છે. ઘણા રૂટ પર જુલાઈ-સપ્ટેમ્બરમાં માંગ ઓછી રહે છે, જેના કારણે ઑફ-સિઝનમાં ભાડું પણ ઘટે છે. તહેવારોની સીઝન આગળ શરૂ થશે અને વિમાન ભાડા ફરી એકવાર વધી શકે છે. જાે કે, તેમ છતાં કિંમતો નીચી રહેશે, કારણ કે ફેર કેપ દૂર થયા પછી ભાડા પર અસર થશે. એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, છેલ્લા મહિનાથી કોર્પોરેટ ટ્રાવેલમાં તેજી આવી છે, જેના કારણે સ્થાનિક કંપનીઓને તેમના ભાડામાં ઘટાડો કરવાનો વિશ્વાસ મળ્યો છે. કંપનીઓ તેમના બિઝનેસમાં તેજીની અપેક્ષા રાખી રહી છે, જેનો ફાયદો તેઓ ભાડામાં ઘટાડો કરીને ગ્રાહકોને આપી રહી છે. સરકારે મે, ૨૦૨૦ દરમિયાન કોરોના સમયગાળા દરમિયાન સ્થાનિક હવાઈ ભાડાં પર પ્રાઇસ બેન્ડ નક્કી કરી હતી, જેથી કિંમતોમાં બિનજરૂરી વધારો ન થઈ શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *