Delhi

સુઝુકી કંપની ગુજરાતને નવી ભેટ આપશે..

નવીદિલ્હી
જાપાની દિગ્ગજ ઓટો કંપની સુઝુકી મોટર કોર્પોરેશનની પેટાકંપની મારૂતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ ભારતમાં તેના ૪૦ વર્ષ પૂર્ણ કરી ચૂકી છે અને તેની ઉજવણી કરવાની તૈયારીઓ કંપનીએ શરૂ કરી દીધી છે. આ સપ્તાહના અંતમાં ગાંધીનગરમાં મહાત્માં મંદિર ખાતે ઉજવણી કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં કંપનીના બે મોટા પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. જેમાં હરિયાણાના સોનીપતમાં સુઝુકી મોટર કોર્પોરેશન દ્વરા પેસેન્જર વ્હિકલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ અને ગુજરાતના હંસલપુરમાં તેનો બેટરી પ્લાન્ટ સામેલ છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગુજરાતના હંસલપુર ખાતે આ બીજાે બેટરી પ્લાન કંપની શરૂ કરવા જઇ રહી છે. આ પ્લાન્ટ જાપાની ઓટોમોબાઇલ જાયન્ટ પાસેથી અહીં રૂ.૭૩૦૦ કરોડનું રોકાણ આકર્ષિત કરશે. આ પ્લાન્ટ વર્ષ ૨૦૨૬ સુધીમાં કાર્યરત થઇ જશે. ઔદ્યોગિક સુત્રો અનુસાર, આ વર્ષની શરૂઆતમાં નવી દિલ્હીમાં આયોજીત જાપાન-ભારત આર્થિક મંચમાં એસએમસીએ બેટરી સંચાલિત ઇલેક્ટ્રિક વાહનો અને મ્ઈફ બેટરીના સ્થાનિક ઉત્પાદન માટે રૂ. ૧૦,૪૪૦ કરોડના રોકાણ માટે ગુજરાત સરકાર સાથે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. કંપનીનું મિશન નાની કાર સાથે કાર્બન ન્યૂટ્રાલિટી હાંસલ કરવાનું છે. કંપનીનો એક બેટરી પ્લાન્ટ અગાઉથી જ કાર્યરત છે અને ટૂંક સમયમાં જ બીજાે પ્લાન્ટ શરૂ થશે. ગુજરાતમાં પેસેન્જર વ્હિકલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ, જે લગભગ ૩૨૦૦ લોકોને રોજગારી આપે છે તેણે તાજેતરમાં જ આ પ્લાન્ટમાંથી ૨૦ લાખમી કાર લોન્ચ કરી છે. કંપની હંસલપુરમાં બીઇવીનું ઉત્પાદન શરૂ કરવાની અને તેને ૨૦૨૫ સુધીમાં કમિશન કરવાની યોજના ધરાવે છે. એસએમસીએ વાર્ષિક ૭.૫ લાખ યુનિટની ક્ષમતા સાથે તેનો કાર ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવા માટે ગુજરાતમાં અંદાજિત રૂ.૧૨,૬૮૦ કરોડનું રોકાણ કર્યુ છે. કંપની હંસલપુર પ્લાન્ટમાં બલેનો, સ્વિફ્ટ અને સ્વિફ્ટ ડિઝાયરનું ઉત્પાદન કરે છે.

File-02-Page-04.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *