Delhi

ઇકોનોમિક સર્વે ગ્રોથથી શેરબજાર ખુશખુશાલ દેખાયું

નવીદિલ્હી
ઈકોનોમિક સર્વેમાં અર્થવ્યવસ્થાને લઈને ઘણી મહત્વની બાબતો જાહેર કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે આ સર્વે ત્યારે તૈયાર કરવામાં આવ્યો છે જ્યારે દેશમાં મુખ્ય આર્થિક સલાહકારનું પદ ખાલી હતું. જાેકે, આર્થિક સર્વે પહેલા જ સરકારે આ પદ પર નિમણૂક કરી છે. સરકારના આર્થિક વિકાસ દરના પહેલા આગોતરા અંદાજમાં કહેવામાં આવ્યું છે કે વિકાસ દર ૯.૨ ટકા રહેશે. જાે કે તે ડિસેમ્બરમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરાયેલા વૃદ્ધિ અનુમાન કરતાં થોડો ઓછો છે. તેમ છતાં ભારતનો વિકાસ કોરોના પછી વિશ્વમાં સૌથી ઝડપી થવાની ધારણા છે. આનો પુરાવો ઘણા આર્થિક ડેટામાંથી મળી આવ્યો છે. કોરોના મહામારીમાંથી બહાર આવી રહેલા આર્થિક સર્વેમાં અર્થવ્યવસ્થા માટે ઘણી મહત્વની વાતો કહેવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે અર્થવ્યવસ્થા નકારાત્મક વિકાસ દરના યુગમાંથી બહાર નીકળી ગઈ છે. જાે કે, ઝડપી વૃદ્ધિને ટકાવી રાખવા માટે મહત્વપૂર્ણ પગલાં લેવા પડશે.આર્થિક સર્વે ૨૦૨૧-૨૨ રજૂ કરવામાં આવ્યો છે. નાણામંત્રી ર્નિમલા સીતારમણે તેને રજૂ કર્યું. જેમાં ૯.૨ ટકાના વિકાસ દરનું અનુમાન વ્યકત કરાયું છે. આની અપેક્ષા પહેલેથી જ હતી. હવે એ વાતની પુષ્ટી થઈ ગઈ છે કે કોરોનાના માર બાદ દેશની અર્થવ્યવસ્થા ઝડપથી વિકાસના માર્ગ પર પાછી ફરી રહી છે. આર્થિક સર્વેમાં આગામી નાણાકીય વર્ષમાં વિકાસ દર ૮ થી ૮.૫ ટકા રહેવાનું અનુમાન કરવામાં આવ્યું છે. ઇકોનોમિક સર્વે આવ્યા બાદ શેર બજારમાં જબરદસ્ત તેજી આવી છે. સેન્સેક્સ ૧૦૦૦ અંકથી ઉપર જતો રહ્યો હતો. ઇકોનોમિક સર્વે ગ્રોથથી બજાર ખુશખુશાલ દેખાય રહ્યું છે. બપોરે ૧.૧૩ વાગ્યે સેન્સેક્સ ૯૯૨ અંકની તેજી સાથે ૫૮૧૯૨ પર ટ્રેડ થઇ રહ્યો હતો. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન કૃષિ ક્ષેત્રની વૃદ્ધિ ૩.૯ ટકા રહેશે. આ નાણાકીય વર્ષમાં ઔદ્યોગિક વૃદ્ધિ ૧૧.૮ ટકા રહેશે. તેણે એમ પણ કહ્યું કે નવેમ્બર સુધી આ નાણાકીય વર્ષમાં ૈંર્ઁં દ્વારા રૂ. ૮૯,૦૦૦ કરોડથી વધુ એકત્ર કરવામાં આવ્યા છે. આ સર્વેમાં મોંઘવારી દર નિયંત્રણમાં રહેવાની ધારણા છે. અર્થતંત્ર માટે આ સારી બાબત છે. જાે ફુગાવો અંકુશમાં રહેશે તો રિઝર્વ બેન્ક પર રેપો વધારવાનું બહુ દબાણ નહીં રહે. તેનાથી લોન મોંઘી નહીં થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *