નવીદિલ્હી
કોરોના સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે. કોરોનાના કોઈપણ વેરીઅન્ટના લક્ષણોમાં શરદી, ખાંસી, તાવ અને કળતર મોટાભાગે જાેવા મળે છે. સાથેસાથે ઘણાબધા લોકોમાં શ્વાસ લેવામાં તકલીફ પણ જાેવા મળી રહી છે. જે લોકોને લોન્ગ કોવીડનું સંક્રમણ જાેવા મળ્યું છે તે વ્યક્તિઓને ફેફસાના ખરાબાથી પીડાઈ રહ્યા હોય. ઓક્સફર્ડ બાયોમેડીકલ રીસર્ચ સેન્ટર દ્વારા ૩૬ દર્દીઓ પર પ્રયોગ કરવામાં આવ્યો અને સંશોધન અનુસાર વ્યક્તિમાં જાેવા મળેલ પ્રારંભિક સંક્રમણ બાદ પણ શા માટે દર્દીઓમાં શ્વાસ લેવા માટેની સમસ્યા જાેવા મળે છે તેના કારણો જાણવાનો પ્રયત્ન કરાયો હતો. આ સંશોધનના અંતમાં એ તારણ કાઢવામાં આવ્યું છે કે સંક્રમણ બાદ ફેફસામાંથી શરીરમાં રહેલા લોહી વચ્ચે ખુબ વધારે ગેસનું સ્થળાંતર જાેવા મળે છે. ઝ્ર્ સ્કેન દ્વારા આ વસ્તુઓ જાણવી ખુબ અઘરી બની જાય છે. ઓક્સફર્ડ યુની. હોસ્પિટલના ડો. એમિલી ફ્રેસરના જણાવ્યા અનુસાર આ સંશોધન એવું પહેલું સંશોધન છે જેમાં ફેફસાની અસામાન્ય પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. એવા લોકો જે સહેલાઈથી શ્વાસ લઇ શકતા નથી અને જેમની બીમારીનું કારણ ટેસ્ટના માધ્યમથી ખબર પડતી નથી તેવા વ્યક્તિઓની પરિસ્થતિ જાણવા પણ આ ટેસ્ટ ખુબ કામ લાગશે. સંશોધન પરથી એવું સાબિત થતું નથી કે વાઇરસના લીધે કોઈ કાયમી નુકસાન સર્જાય છે. ફેફસાના માઈક્રોસ્ટ્રક્ચરમાં કે શ્વાસવાહિનીઓમાં તેની અત્યંત ગંભીર અસરો જાેઈ શકાય છે. કલીનીકલ પ્રોફેસર કલેર સ્ટીવ્સ દ્વારા કોરોના બાદ શ્વાસની તકલીફ ધરાવતા લોકો માટે આ સંશોધન કામનું સાબિત થશે. સાઉથ આફ્રિકાની સ્ટેલેનબોશ યુની. દ્વારા કોરોના અને લોન્ગ કોરોનાના દર્દીઓના લોહીમાં નાની જામેલી ગાંઠો જાેવા મળી છે. તેઓએ નાની ગાંઠો અને લોન્ગ કોવીડ વચ્ચેનો સંબંધ શોધી કાઢ્યો છે. અત્યાર સુધીમાં લાખો લોકોને અસર કરી ચુકેલા આ કોરોનાને લઈને કઈક જાણવા મળશે તેવી આશા બંધાઈ છે. રેસિયા અને તેમની ટીમ દ્વારા ખુબ મોટી સંખ્યામાં માઈક્રોકલોટમાં ઇન્ફ્લામેટરી રસાયણો જાેવા મળ્યા છે. આ સંશોધન હવે નવી ધારણાઓના દ્વાર ખોલશે.


