નવીદિલ્હી
નાણામંત્રી દ્વારા કરાયેલી જાહેરાત બાદ હવે તમે દંડ ભરીને ૨ વર્ષ માટે ૈં્ રિટર્ન અપડેટ કરી શકશો. ઘણી વખત કરદાતા ભૂલ કરે છે, હવે સરકારને તેને અપડેટ કરવાની તક મળશે. કરદાતાઓ માટે આ એક સારી શરૂઆત માનવામાં આવે છે. આ ઉપરાંત નાણામંત્રીએ દિવ્યાંગો માટે ટેક્સમાં રાહતનો પ્રસ્તાવ પણ રજૂ કર્યો હતો. આ પહેલા નાણામંત્રીએ ભારતીય રિઝર્વ બેંક તરફથી ડિજિટલ કરન્સી લાવવાની પણ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે નવા નાણાકીય વર્ષમાં ડિજિટલ કરન્સી આવશે. સરકાર નવા ટેક્સ સુધારા લાવવાની યોજના ધરાવે છે. અપડેટેડ ૈં્ઇ આગામી બે મૂલ્યાંકન વર્ષ માટે શક્ય બનશે. કેન્દ્રીય બજેટ રજૂ કરતા, કેન્દ્રીય નાણાં પ્રધાન ર્નિમલા સીતારમણે કહ્યું કે કરદાતાઓ મૂલ્યાંકન વર્ષના અંતથી બે વર્ષમાં અપડેટેડ રિટર્ન ફાઇલ કરી શકે છે.તેમણે કહ્યું કે કરદાતાને અપડેટેડ રિટર્ન ફાઇલ કરવાની તક મળશે. બજેટથી નોકરીયાત વર્ગ ફરી એકવાર નિરાશ થયો છે. નાણામંત્રી દ્વારા આવકવેરા પર કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે આ વર્ષે પણ આવકવેરાના સ્લેબમાં કોઈ ફેરફાર થયો નથી.
