નવીદિલ્હી
કેરળ કોલેજના સ્ટુડન્ટ્સ હાલના દિવસોમાં એક અનોખો વિરોધ કરી રહ્યા છે. આ વિરોધને તેમણે ‘લેપટોપ પ્રોટેસ્ટ’ નામ આપ્યું છે. સ્થાનીય રેજિડેંટ્સ એસોસિયેશનની મોરલ પુલિસિંગના વિરોધમાં એક બસ સ્ટોપની અંદર સીઇટી એન્જીનિયરિંગ કોલેજના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ એકબીજાના ખોળામાં બેસીને તસવીર પડાવી છે. જે પછી તેને સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવી છે. રેજિડેંટ્સ એસોસિયેશનના સભ્યો, તેના અધ્યક્ષ ભાજપા રાજ્ય સમિતિના સદસ્ય ચેરુવક્કલ જયનના નેતૃત્વમાં યુવક અને યુવતીઓને એકસાથે બેસવાસી રોકવા માટે એક લાંબી ત્રણ સીટો વાળી બેન્ચને કાપીને એક સીટને બનાવી દીધી હતી. જે પછી સ્ટુડન્ટ્સે તેના વિરોધમાં લેપટોપ પ્રોટેસ્ટ શરુ કરી હતી. એન્જીનિયરિંગના વિદ્યાર્થી લેપટોપ પ્રોટેસ્ટ દરમિયાન એકબીજાના ખોળામાં બેસ્યા હતા. તેમની આંગળીઓ બાંધેલી છે અને હાથ એકબીજાના ખભા પર છે. આ સાથે તે કેમેરામાં જાેઈને હસી રહ્યા હતા. તેમણે તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને આ તસવીર વાયરલ થઇ છે. સ્ટુડન્ટ્સનું કહેવું છે કે આ તે લોકો માટે છે જે કોલેજ સ્ટુડન્ટ્સ એટલે કે યુવક અને યુવતીઓને અલગ-અલગ બેન્ચ પર જાેવાનું પસંદ કરે છે. સ્ટુડન્ટ્સે કહ્યું કે તે યુવક અને યુવતીઓને એકસાથે બેસવાનું સામાન્ય બનાવવા માંગે છે. કોલેજ ઓફ એન્જીનિયરિંગ ત્રિવેન્દ્રમના એક વિદ્યાર્થી નંદના જે લેપટોપ પ્રોટેસ્ટ કરનાર સ્ટુડન્ટ્સના સમૂહનો ભાગ છે તેણે કે અમને નથી લાગતું કે એક રાતમાં સમાજ બદલી જશે પણ લોકો વિદ્યાર્થીઓને ઇજા પહોંચાડવાનું બંધ કરે. અમારી પોસ્ટ વાયરલ થયા પછી અમને લોકોનું ભારે સમર્થન મળી રહ્યું છે. સ્ટુડન્ટ્સને જ્યારે ખબર પડી કે રેજિડેંટ્સ એસોસિયેશનના સભ્યો દ્વારા બસ સ્ટોપની બેન્ચ તોડવામાં આવી રહી છે. ત્યારે સ્ટુડન્ટ્સને વાતચીત દરમિયાન આ આઇડિયા અચાનક આવ્યો હતો. ત્યારે તેમણે લેપટોપ પ્રોટેસ્ટનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું કે જાે તેમની સમસ્યા અમારી સાથે બેસવાથી છે તો કેમ ના આપણે એકબીજાના ખોળામાં બેસવું જાેઈએ?

