Delhi

કે એલ રાહુલે સદી ફટકાર્યા બાદ અલગ જ સેલિબ્રેશનમાં જાેવા મળ્યો

નવીદિલ્હી
સોશિયલ મીડિયા પર રાહુલના સેલિબ્રેશનના ભારે વખાણ થઈ રહ્યા છે. રાહુલની ગર્લફ્રેન્ડ અથિયા શેટ્ટીએ પણ ઈસ્ટાગ્રામ સ્ટોરી પર સદીની સ્ટોરી શેર કરી હતી. આ તરફ સુનિલ શેટ્ટીએ કહ્યું હતું કે ચુપચાપ મહેનત કરો, તમારી સફળતા શોર મચાવશે. મેચમાં સ્લો ઓવર રેટ બદલ રાહુલને ૧૨ લાખનો દંડ ફટકારાયો હતો. લખનઉની ટીમે ૨૦ ઓવર પૂરી કરવામાં નિર્ધારિત સમય કરતા વધારે સમય લીધો હતો. આ પહેલા મુંબઈના કેપ્ટન રોહિત શર્માને બેવાર અને દિલ્હીના કેપ્ટન રિષભ પંતને એકવાર દંડ થયો છે. મેચ બાદ રાહુલે કહ્યું હતું કે આ મારા માટે ખાસ દિવસ છે અને ખાસ સદી છે. હું છેલ્લી કેટલિક મેચમાં રન બનાવી શકતો ન હતો. પંરતુ આ વખતે પીચ સારી હતી અને મેં તેનો ફાયદો ઉઠાવ્યો હતો. ૧૦૦મી ૈંઁન્ મેચમાં સદી ફટકારનાર રાહુલ પ્રથમ બેટ્‌સમેન્‌ બની ગયો છે. અત્યાર સુધી કોઈ ખેલાડીએ આ સિદ્ધી મેળવી નથી. આ પહેલા ૧૦૦મી ૈંઁન્ મેચમાં ડુ પ્લેસિસે ૮૭ રન બનાવ્યા હતા. કેપ્ટન તરીકે રાહુલની આ બીજી સદી છે. આ બાબતમાં તે સચિન તેન્ડુલકર અને વિરેન્દ્ર સહેવાની આગળ નીકળી ગયો છે. બન્નેના નામે એક એક સદી છે. રાહુલે ૪૩ ટેસ્ટ મેચમાં ૭ સદી મારી છે. ૪૨ વન ડેમાં ૫ સદી ફટકારી છે. ૫૬ આંતરરાષ્ટ્રીય ્‌૨૦માં ૨ સદી મારી છે. જ્યારે ઘરેલુ ્‌૨૦માં ૫ સદી મારી છે.ગર્લ્‌ડફ્રેન્ડ મેચ જાેવા આવી હોય અને કોઈ ઝીરો પર આઉટ થાય તો તેની મનોસ્થિતિ કેવી હશે? આવુંજ રાજસ્થાન સામેની ગત મેચમાં લખનઉના કેપ્ટન કેએલ રાહુલ સાથે થયું હતું. જાેકે ત્યાર બાદ શનિવારે મુંબઈ સામે રમાયેલી મેચમાં કેએલ રાહુલે સદી ફટકારી હતી. આ સદી બાદ રાહુલે તમામ ટીકા કારોની બોલતી બંધ કરી દીધી છે. સાથે તેણે અજીબોગરીબ રીતે સેલિબ્રેશન પણ કર્યું હતું. રાહુલે ૫ છગ્ગા અને ૯ ચોગ્ગાની મદદથી ૬૦ બોલમાં ૧૦૩ રન બનાવ્યા હતા. મુંબઈ સામે પ્રથમ બેટિંગ કરતા લખનઉની ટીમે ૪ વિકેટના નુકસાને ૧૯૯ રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈની ટીમ ૯ વિકટના નુકસાને ૧૮૧ રન જ કરી શકી હતી. આમ આ મેચને લખનઉએ ૧૮ રને જીતી લીધી હતી. મુંબઈની આ સતત છઠ્ઠી હાર હતી. રાહુલના આ સેલિબ્રેશન બાદ સોશિયલ મીડિયા ઉપર જાતભાતની અટકળો વહેતી થઈ છે. અમુક ચાહકોનું કહેવું છે કે રાહુલે પોતાના બન્ને કાન બંધ કરીને ટિકાકારોને યોગ્ય જવાબ આપ્યો છે. જ્યારે અમુક ચાહકો તેને ફુટબોલ પ્લેયર ફિલિપ કોટિન્હોના સેલિબ્રેશનની કોપી ગણાવે છે. રાહુલ આંતરરાષ્ટ્રીય કે સ્થાનિક મેચમાં જ્યારે પણ સદી ફટકારે છે ત્યારે આ પ્રકારે સેલિબ્રેશન કરે છે. ૨૦૧૯માં વેસ્ટઈન્ડિઝ સામે સદી ફટકાર્યા પછી સેલિબ્રેશન કરતો રાહુલ. બીજી તરફ બ્રાઝિલનો ફિલિપ કોટિન્હો ગોલ ફટકાર્યા પછી સેલિબ્રેશન કરતો નજરે પડે છે. સુનીલ ગાવસ્કરે કહ્યું કે સદી ફટકાર્યા બાદ રાહુલ કેમ કામન બંધ કરી લે છે તે મારી સમજમાં આવતું નથી. કારણ કે તમે સદી ફટકારી હોય ત્યારે મેદાન અને બધી જગ્યાએ તમારા નામની વાહ વાહ થતી હોય છે અને તમારે એ સાંભળવી જ જાેઈએ. કાન બંધ ન કરવા જાેઈએ. પરંતુ જ્યારે તમે ૦, ૧, ૨, ૩, ૪ કે ઓછા રન પર આઉટ થાઓ ત્યારે લોકોની ટીકાને નજરઅંદાજ કરાવા માટે આ પ્રકારે સેલિબ્રેશન કરવું જાેઈએ.

KL-Rahul.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *