Delhi

કોલકાતાની યુવતીએ ૩૦ હજારની ઉઘરાણી માટે એક્સ બોયફ્રેન્ડનું અપહરણ કર્યું

નવીદિલ્હી
૧૮ વર્ષીય યુવતીએ રૂ. ૩૦,૦૦૦ની ઉઘરાણી માટે એક્સ બોયફ્રેન્ડનું અપહરણ કર્યું હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં પોલીસે અપહરણના કારસ્તાનમાં સામેલ યુવતી અને યુવતીના હાલના બોયફ્રેન્ડના માતાપિતા સહિત ૪ લોકો સામે કાર્યવાહી કરી છે. અપહ્યત યુવાનને બચાવી લેવાયો છે. આ યુવતી કોલકાતાના કેસ્ટોપુરની છે અને તેણે એક્સ બોયફ્રેન્ડ તમાલ અધિકારી (૨૨)ને દક્ષિણ કોલકાતામાં મળવા માટે ફોન કરી બોલાવ્યો હતો. તે વખતે એક્સ બોયફ્રેન્ડને યુવતીના કાવતરાની ગંધ નહોતી. જેથી તે જૂન સંબંધો ખાતર મળવા માટે સહમત થઈ ગયો હતો. આ મુલાકાત દરમિયાન યુવતી અને ચાર લોકોએ તેનું અપહરણ કરી લીધું હતું અને તેને ભવાનીપોરના લેડીઝ પાર્કની નજીકના ઓરડામાં ગોંધી રાખવામાં આવ્યો હતો. આ બાબતે પોલીસને જાણ કરાયા બાદ પોલીસ તમાલને હેમખેમ છોડાવી લીધો હતો અને બુધવારે સવારે યુવતી તથા તેના હાલના બોયફ્રેન્ડ સહિત અન્ય ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી. એક્સ બોયફ્રેન્ડનું અપહરણ કરનાર યુવતીનો દાવો છે કે, તમાલે તેની પાસેથી ૩૦,૦૦૦ રૂપિયા લીધા હતા અને ત્યારબાદ તેની સાથે સંપર્ક કાપી નાખ્યો હતો. આ કેસમાં વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, યુવતીએ યુવકના અપહરણ માટે તેના હાલના બોયફ્રેન્ડ અને માતાપિતા સહિતનાની મદદ લીધી હતી. યુવકનું અપહરણ એ યુવતીના પ્લાનનું માત્ર પહેલું પગલું હતું. મંગળવારે સાંજે યુવતીએ યુવકના પિતા તપન (૫૨)ને ફોન કરીને તેને મળવાનું કહ્યું હતું. યુવતીએ તેને તેની સાથે રોકડ રકમ લઈ આવવાની સૂચના પણ આપી હતી. યુવકના પિતાને મૂંઝવણમાં મૂકવા માટે તેણે તેમને કહ્યું હતું કે, તેની પાસે બીજાે કોઈ વિકલ્પ નથી કારણ કે તે તેમના પુત્ર સાથે ફરી સંબંધોમાં આવવા માંગે છે અને તેની સાથે સમાધાન કરવા માટે તેને પૈસાની જરૂર છે. જાેકે, આ ફોન બાદ યુવકના પિતાને તેનું અપહરણ થયું હોવાનો ખ્યાલ આવી ગયો હતો. શરૂઆતમાં તેને તેની સાથે ૧ લાખ રૂપિયા લાવવાનું કહેવામાં આવ્યું હતું, પણ બાદમાં ૩૦,૦૦૦ રૂપિયા લાવવા કહ્યું હતું. અપહ્યત યુવાનના પિતાએ આ મામલે ફૂલબાગન પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. તે મુજબ અપહરણનો ગુનો પોલીસમાં નોંધાયો હતો. ફૂલબાગન અને ભવાનીપોર પોલીસની સંયુક્ત ટીમે યુવાનને બચાવી લીધો હતો.

File-02-Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *