નવીદિલ્હી
સોશિયલ મીડિયા પર હંમેશા કંઈકને કંઈક ચોંકાવનારૂ વાયરલ થતું રહે છે. આવો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં એક મહિલા ખાટલા પર આરામ કરી રહી છે. આ દરમિયાન ત્યાં સાપ આવે છે અને તે મહિલા ઉપર બેસી જાય છે. સાંપનો અંદાજ આવતા મહિલા ડરી ગાય છે. વીડિયોમાં જાેવા મળી રહ્યું છે કે તે મદદ માટે રાડો પાડી રહી છે. તો ડરને કારણે મહિલા હલી પણ શકી નહીં. આ વીડિયો આઈએફએસ ઓફિસર સુશાંત નંદાએ શેર કર્યો છે. વીડિયો શેર કરવાની સાથે કેપ્શનમાં તેમણે લખ્યું કે જાે તમારી સાથે આવું થાય તો તમારી શું પ્રતિક્રિયા હશે. વીડિયોમાં જાેવા મળી રહ્યું છે કે સાંપ મહિલાની ઉપર ફેણ ચડાવી બેઠો છે. તો તેનાથી ડરેલી મહિલા મદદ માટે કહી રહી છે. ઈન્ટરનેટ પર આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. અત્યાર સુધી વીડિયોને હજારો વ્યૂ અને લાઇક્ટ મળી ચુકી છે. પરંતુ આ વીડિયો ક્યાંનો છે તેની જાણકારી સામે આવી નથી. વીડિયો પર ઈન્ટરનેટ યૂઝર્સે ઘણી રસપ્રદ કોમેન્ટ કરી છે. એક યૂઝરે લખ્યું કે તે મહિલાની જગ્યાએ હું હોત તો પણ આ રીતે સુતો રહત અને ભગવાન શંકરના નામના જાપ કરત. તેણે લખ્યું કે જ્યારે મુશ્કેલી આવે છે ત્યારે ભગવાન સહારો હોય છે. એક અન્યએ કોમેન્ટ કરી કે આ પરિસ્થિતિમાં સૌથી સારૂ રિએક્શન તે હશે કે કોઈ રિએક્શન ન આપો. તો એક અન્ય યૂઝરે લખ્યું કે હું જ્યાં સુધી જાણુ છું કે જેટલો મનુષ્ય સાંપથી ડરે છે, તેનાથી વધુ ડર સાંપને મનુષ્યોથી લાગે છે.
