નવીદિલ્હી
આતંકવાદી ઘટનાઓ પર લગામ લગાવવા માટે સિક્યોરિટી ફોર્સે જમ્મુ કાશ્મીરમાં ‘ઓપરેશન ઓલ આઉટ’ શુરૂ કર્યું હતું. આ ઓપરેશન દ્વારા ફોર્સે આતંકી સંગઠનોની કમર તોડી નાખી છે. હવે આતંકી ફરીથી હુમલો કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. તેને લઇને આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા મોટું ષડયંત્ર રચી રહ્યા છે. લશ્કરના ૫ આતંકી કાશ્મીરમાં હુમલો કરવાના ફિરાકમાં છે. એવામાં ગુપ્તચર એજન્સીઓએ એલર્ટ જાહેર કર્યું છે. એલર્ટમાં ખુલાસો કર્યો છે કે લશ્કરના ૫ આતંકી, જેમાં એક કમાન્ડર પણ સામેલ છે તે જમ્મુ કાશ્મીરમાં ઘુસણખોરી કરવાની ફિરાકમાં છે. ગુપ્તચર એજન્સીઓના જણાવ્યા અનુસાર, આ પાંચ આતંકી હાલ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના કચરબન ગામમાં લશ્કરના લોન્ચિંગ પેડ પર હાજર છે અને જમ્મુ કાશ્મીરમાં ઘુસણખોરી કરવાની તૈયારી કરી રહ્યા છે. ગુપ્તચર એજન્સીઓએ આ ઇનપુટને તમામ એજન્સીઓને શેર કરી એલર્ટ જાહેર કર્યું છે. તમને જણાવી દઈએ કે, હાલમાં જ ગૃહ મંત્રાલયે લશ્કર ચીફ હફીઝ સઈદના પુત્ર હાફિઝ તલહા સઈદને ેંછઁછ હેઠળ ડેઝીનેટિડ ટેરેરિસ્ટ જાહેર કર્યો છે.જમ્મુ-કાશ્મીરમાં સિક્યોરિટી ફોર્સના ‘ઓપરેશન ઓલ આઉટ’થી આતંકી રોષે ભરાયા છે. આ ઓપરેશને આતંકી સંગઠનોની કમર તોડી નાખી છે.


