નવીદિલ્હી
દિલ્લી મહિલા આયોગની ચેરપર્સન સ્વાતિ માલીવાલના ઘર પર હુમલો થયો છે. આ ઘટના આજે એટલે કે સોમવારે સવારે બની હતી. જાેકે, હુમલા વખતે સ્વાતિ માલીવાલ અને તેની માતા ઘરે ના હતા. કહેવામાં આવી રહ્યું છે કે હુમલાખોરે તેના ઘરની બહાર પાર્ક કરેલી કાર તોડી નાખી અને ઘરમાં ઘૂસવાનો પ્રયાસ પણ કર્યો. દિલ્લી પોલીસે સ્વાતિ માલીવાલની ફરિયાદ પર આરોપીની ધરપકડ કરી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે દિલ્લીમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી છે. તેને ઠીક કરવાની જરૂર છે. સ્વાતિ માલીવાલે ટ્વીટ કર્યું, ‘થોડા સમય પહેલા જ કેટલાક હુમલાખોર મારા ઘરમાં ઘૂસી આવ્યા હતા અને તેણે હુમલો કર્યો હતો. મારી અને મારી માતાની કારને ખરાબ રીતે તોડફોડ કરી છે. હુમલાખોરોએ ઘરમાં ઘૂસવાનો પણ પ્રયાસ કર્યો. સદ્ભાગ્યે હું અને મારી માતા બંને ઘરે નહોતા, નહીં તો મને ખબર નથી કે શું થયું હોત ! તમે ગમે તે કરો, હું ડરીશ નહીં. હું દિલ્લી પોલીસને ફરિયાદ કરી રહી છું. અરવિંદ કેજરીવાલે ટિ્વટ કર્યું, ‘છેલ્લા કેટલાક મહિનામાં દિલ્લીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. દિલ્લી મહિલા આયોગના અધ્યક્ષ પણ સુરક્ષિત નથી. ખુલ્લેઆમ હત્યાઓ થઈ રહી છે. હું આશા રાખું છું કે એલજી સાહેબ પણ કાયદો અને વ્યવસ્થાને ઠીક કરવા માટે થોડો સમય આપશે. સ્વાતિ માલીવાલે અગાઉ પોલીસમાં ફરિયાદ કરી હતી કે તેને બળાત્કારની ધમકીઓ મળી રહી છે. તેણે કહ્યું કે મને સ્ી્ર્ર્ પીડિતોના સમર્થન માટે બળાત્કારની ધમકીઓ મળી રહી છે. સ્વાતિએ આરોપ લગાવ્યો હતો કે જ્યારથી તેણે ફિલ્મ પ્રોડ્યુસર સાજિદ ખાન વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે ત્યારથી તેને વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ધમકીઓ મળી રહી છે. દિલ્લી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે સાજિદ ખાન પર ૧૦થી વધુ મહિલાઓનું યૌન ઉત્પીડન કરવાનો આરોપ લગાવ્યો હતો. આ સાથે જ તેને બિગ બોસમાંથી હટાવવાની માંગ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે સ્વાતિ માલીવાલને ગયા વર્ષે દિલ્લી મહિલા આયોગના અધ્યક્ષ તરીકે ફરીથી નિયુક્ત કરવામાં આવ્યા હતા.


