Delhi

દુનિયાનો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ જેસલમેરના આર્મી સ્ટેશન પાસેના પહાડ પર ફરકાવાશે

નવીદિલ્હી
અગાઉ ૨ ઓક્ટોબર, ૨૦૨૧ના રોજ મહાત્મા ગાંધીની ૧૫૨મી જન્મજયંતિના અવસરે ખાદીના કપડાથી બનેલો વિશ્વનો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ લદ્દાખના લેહમાં ફરકાવ્યો હતો, જેનું વજન ૧૪૦૦ કિલો હતું અને તે ૨૨૫ ફૂટ લાંબો અને ૧૫૦ ફૂટ પહોળો હતો. આ દરમિયાન લેહના લેફ્ટનન્ટ ગવર્નર આર કે માથુર અને આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણે પણ હાજર હતા. આ સિવાય ગયા વર્ષે નવેમ્બરમાં ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ દરમિયાન ભારતીય સેનાએ લદ્દાખમાં ૧૫,૦૦૦ ફૂટની ઊંચાઈ પર ૭૬ ફૂટ ઊંચો ધ્વજ ફરકાવ્યો હતો. ધ્વજનું નિર્માણ ભારતીય સેના અને ફ્લેગ ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવ્યું હતું. ભારતીય સેનાએ જણાવ્યું કે આ ધ્વજ સ્વતંત્રતાના અમૃત ઉત્સવ અંતર્ગત ફરકાવવામાં આવ્યો હતો. જણાવવું રહ્યું કે ભારતીય સેનાની બહાદુરીના સન્માન માટે, દેશમાં દર વર્ષે ૧૫ જાન્યુઆરીએ આર્મી ડે ઉજવવામાં આવે છે. આ વર્ષે ૭૪મો આર્મી ડે ઉજવવામાં આવી રહ્યો છે. આર્મી ડે પર ભારતીય સેનાની બહાદુરી, સેનાની અદમ્ય હિંમત અને દેશ માટે સેનાના બલિદાનને યાદ કરવામાં આવે છે.દેશની આઝાદીના ૭૫ વર્ષની સ્મૃતિમાં રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં આર્મી વોર મ્યુઝિયમની નજીક એક પહાડીની ટોચ પર ખાદીથી બનેલો વિશ્વનો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે. ૧૫ જાન્યુઆરીએ આર્મી ડે પર ૨૨૫ ફૂટ લાંબો અને ૧૫૦ ફૂટ પહોળો ધ્વજ ફરકાવવામાં આવશે, જેનું વજન લગભગ ૧,૦૦૦ કિલો છે. ધ્વજ ખાદી ગ્રામોદ્યોગ દ્વારા બનાવવામાં આવ્યો છે. આ ધ્વજ જેસલમેરમાં આર્મી સ્ટેશન પાસે જાેધપુર નેશનલ હાઈવે પર એક પહાડી પર ફરકાવવામાં આવશે. ડઝનબંધ મજૂરો અને જેસીબી મશીનો ધ્વજ લગાવવામાં રોકાયેલા છે. કહેવામાં આવી રહ્યું છે કે ધ્વજ ૩૭,૫૦૦ સ્ક્વેર ફીટ વિસ્તારમાં ફેલાયેલો છે. એવું માનવામાં આવે છે કે આ ધ્વજવંદન કાર્યક્રમ જાેવા માટે ઘણા પ્રવાસીઓ જેસલમેર શહેરમાં આવે તેવી અપેક્ષા છે. ૧૫ જાન્યુઆરીએ સેનાના ઘણા વરિષ્ઠ અધિકારીઓ, જનપ્રતિનિધિઓ અને અન્ય લોકો સ્થળ પર હાજર રહેશે. જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીર અને મુંબઈમાં લેહ પછી જેસલમેર ત્રીજું સ્થાન હશે જ્યાં વિશ્વનો સૌથી મોટો ખાદી ધ્વજ ફરકાવવામાં આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *