નવીદિલ્હી
કેન્દ્રીય નાણાપ્રધાન આજે ર્નિમલા સિતારમણે ૨૦૨૨-૨૦૨૩નું સામાન્ય બજેટ રજૂ કર્યું છે. આ બજેટ ઘણી રીતે ઐતિહાસિક છે કારણ કે કોરોનોનાના કારણે સતત બીજી વખત બજેટ પેપર પર છપાયું નથી. કોરોના મહામારીના કારણે પાટા પરથી ઉતરી ગયેલી ઈકોનોમીને મજબૂત કરવા ઘણી મહત્વની જાહેરાત થઈ શકે છે. આ બજેટ એટલા માટે પણ ખાસ હશે કેમ કે, પાંચ રાજ્યની ચૂંટણી પહેલા બજેટમાં અનેક બુસ્ટર રાહત આપવામાં આવી શકે છે. આ વખતે ખેડૂતોમાં બુસ્ટર પેકેજ જાહેર કરવામાં આવી શકે છે. તો બજેટમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાને લંબાવી શકે છે.દેશમાં ૧૦૦ પીએમ ગતિ શકિત રેલ્વે કાર્ગો ટર્મિનલ ડેવલોપ કરાશે.
