ન્યુદિલ્હી,
ભારતની હિન્દુ સંસ્કૃતિ માત્ર ભારતમાં જ નહી પરંતુ વિદેશમાં પણ વખાણાઈ છે અને વિદેશી લોકો તેનું અનુકરણ પણ કરી રહ્યા છે જે ભારત માટે ગૌરવની વાત છે. આ સાથે જ ભારતમાંથી અનેક લોકો વિદેશમાં વસતા હોય છે ત્યારે વિદેશમાં પણ મંદિરનુ હોવું આવશ્યક છે. આ શ્રેણીમાં લંડન, યુએઈમાં તો મંદિરની સ્થાપના કરવામાં આવી ચૂકી છે. ત્યારે હવે બહરિનમાં પણ ભવ્ય મંદિર બનાવવાની યોજના હાથ ધરવામાં આવી છે ભારત અને બરહીન રાજદ્વારી સંબંધોની સ્થાપના વર્ષ ૨૦૨૧-૨૦૨૨માં સૂવર્ણ જયંતિ ઉજવી રહ્યા છે.પીએમ નરેન્દ્ર મોદીએ કોરોના મહામારી દરમિયાન બહરીનમાં રહેતા ભારતીય લોકોનું ધ્યાન રાખવાની સાથે તેની સામાજિક અને સાંસ્કૃતિક જરૂરીયાતોને પૂરી કરવા માટે બહરીનના નેતૃત્વનો આભાર માન્યો.આ સાથે જ સ્વામીનારાયણ મંદિર માટે જમીન ફાળવવા સહિત ભારતીય સમુદાયની જરૂરીયાતો પર ધ્યાન આપવા માટે પણ તેમનો આભાર માન્યો હતો ેંછઈ બાદ હવે બહેરીનમાં પણ ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે. જેને પગલે પીએમ મોદીએ ક્રાઉન પ્રિન્સ અને બહેરીનના વડા પ્રધાન સલમાન બિન હમદ અલ ખલીફા સાથે વાત કરી હતી અને સ્વામિનારાયણ મંદિર માટે જમીન ફાળવવા બદલ ક્રાઉન પ્રિન્સનો આભાર માન્યો હતો.
