Delhi

ભારતના ઝડપી બોલર મોહમ્મદ શમીનો કોરોના રિપોર્ટ આવ્યો નેગેટિવ

નવીદિલ્હી
ભારતના ઝડપી બોલર મોહમ્મદ શમીનો બુધવારે કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. ૧૭ સપ્ટેમ્બરના મોહમ્મદ શમી કોરોના પોઝિટિવ થયો હતો જેને પગલે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધની ટી૨૦ શ્રેણીમાં શમીના સ્થાને ઉમેશ યાદવને લેવામાં આવ્યો હતો. શમીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના નેગેટિવ રિપોર્ટની માહિતી આપી હતી. બોર્ડ દ્વારા તેના રિપ્લેસમેન્ટ તરીકે ઉમેશનું નામ જાહેર થયાની ગણતરીની મિનિટોમાં શમીએ સોશિયલ મીડિયામાં નેગેટિવ રિપોર્ટ શેર કર્યો હતો. બોર્ડે બુધવારે જણાવ્યું હતું કે, શમીને કોરોનામાંથી સંપૂર્ણ સ્વસ્થ થતા હજુ થોડો સમય લાગી શકે છે. જુલાઈમાં ઈંગ્લેન્ડ સામેની શ્રેણી બાદ શમી ક્રિકેટ રમ્યો નથી. અગાઉ તેને ઓસ્ટ્રેલિયા સામેની ટી૨૦ શ્રેણી માટે ભારતીય ટીમનો હિસ્સો બનાવાયો હતો પરંતુ કોરોના સંક્રમણને લીધે તેણે આ શ્રેણી ગુમાવી હતી. ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી૨૦ વર્લ્ડ કપ માટે શમીને ભારતીય ટીમમાં સ્ટેન્ડ બાય તરીકે લેવામાં આવ્યો છે.

File-01-Page-30.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *