નવીદિલ્હી
આર્ત્મનિભર ભારતને હાંસલ કરવા માટેની પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ (ઁન્ૈં) યોજનાને ઉત્તમ પ્રતિસાદ મળ્યો છે, જેમાં ૬૦ લાખ નવી નોકરીઓનું સર્જન થવાની સંભાવના છે અને આગામી પાંચ વર્ષ દરમિયાન ૩૦ લાખ કરોડનું વધારાનું ઉત્પાદન કી-કેપ અંક છે. ૩૦ લાખ વધારાની નોકરીઓ આપવાની ક્ષમતા છે.કેન્દ્રીય નાણાપ્રધાન આજે ર્નિમલા સિતારમણે ૨૦૨૨-૨૦૨૩નું સામાન્ય બજેટ રજૂ કર્યું છે. આ બજેટ ઘણી રીતે ઐતિહાસિક છે કારણ કે કોરોનોનાના કારણે સતત બીજી વખત બજેટ પેપર પર છપાયું નથી. કોરોના મહામારીના કારણે પાટા પરથી ઉતરી ગયેલી ઈકોનોમીને મજબૂત કરવા ઘણી મહત્વની જાહેરાત થઈ શકે છે. આ બજેટ એટલા માટે પણ ખાસ હશે કેમ કે, પાંચ રાજ્યની ચૂંટણી પહેલા બજેટમાં અનેક બુસ્ટર રાહત આપવામાં આવી શકે છે. આ વખતે ખેડૂતોમાં બુસ્ટર પેકેજ જાહેર કરવામાં આવી શકે છે. તો બજેટમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાને લંબાવી શકે છે. તો બીજી તરફ આગામી ૨૫ વર્ષના બજેટની બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે. સીતારમણે કહ્યું કે બજેટથી ખેડૂતો, યુવાનોને ફાયદો થશે. કોરોના બાદ આર્ત્મનિભર ભારતને જબરદસ્તની પ્રતિસાદ મળ્યો છે. આર્ત્મનિભર ભારત અભિયાન હેઠળ ૧૬ લાખ નવી નોકરીની તકો ઉભી થશે. પ્રાઈવેટ રોકાણમાં વધારો કરવાનો ધ્યેય છે. ૭ લાખ લોકોને નવી રાજગારી મળશે. આ સાથે જ રોજગારીની વધુ નવી તકો ઉભી થશે.
