International

ઈજાગ્રસ્તર ઓસ્ટ્રેલિયન સ્ટીવ સ્મિથ પાકિસ્તાન સામે ઓડીઆઈ અને ટી૨૦ સિરીઝથી બહાર

ઓસ્ટ્રેલિયા
પાકિસ્તાન સામે લિમિટેડ ઓવરની સિરીઝ શરૂ થાય તે પહેલા જ ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો લાગ્યો છે. તેને આ ફટકો સ્ટીવ સ્મિથની જૂની ઈજાથી લાગ્યો છે. સ્મિથ તેની કોણીની ઈજાને કારણે ફરી એક વાર પરેશાન છે અને તેના કારણે તે પાકિસ્તાન સાથે રમાતી વનડે અને ટી૨૦ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. જાેકે, સ્મિથના સ્થાને ઓસ્ટ્રેલિયાની ટીમમાં અન્ય કોઈ ખેલાડીનો સમાવેશ કરવામાં આવ્યો નથી. ઓસ્ટ્રેલિયાના પસંદગીકારોનું માનવું છે કે ટીમ પાસે પૂરતા બેટ્‌સમેન છે, જે સ્મિથની ભરપાઈ કરી શકે છે. ઈજાના કારણે સફેદ બોલની શ્રેણીમાંથી બહાર થયા બાદ સ્મિથ પણ પેટ કમિન્સ, જાેસ હેઝલવુડ, મિશેલ સ્ટાર્ક અને ડેવિડ વોર્નર સાથે ઓસ્ટ્રેલિયા પરત ફરશે. આ તમામ ખેલાડીઓ ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમનો ભાગ હતા. ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાન સામે ૩ ટેસ્ટ મેચની શ્રેણી ૧-૦ થી જીતી હતી. સ્ટીવ સ્મિથ સિવાય ઓસ્ટ્રેલિયાને લગ્નના કારણે ક્રિકેટથી દૂર રહેલા ગ્લેન મેક્સવેલની સેવાઓ પણ નહીં મળે. સ્ટીવ સ્મિથ પાકિસ્તાન સામેની ટેસ્ટ શ્રેણીમાં સૌથી ઝડપી ૮૦૦૦ રન બનાવનાર બેટ્‌સમેન બની ગયો છે. ઓડીઆઇ અને ટી૨૦માંથી બાકાત રાખવા પર તેણે કહ્યું, “તે પાકિસ્તાન સામેની મેચ ચૂકી જવાથી દુઃખી છે. પરંતુ, મેડિકલ સ્ટાફે મને હાલ માટે બ્રેક લેવાની સલાહ આપી છે. ઓસ્ટ્રેલિયાની પસંદગી સમિતિના અધ્યક્ષ જ્યોર્જ બેઇલીએ કહ્યું કે અમે પાકિસ્તાન સામેની આગામી ૪ મેચોમાં સ્મિથને રમાડીને જાેખમ ન લઈ શકીએ. ઓસ્ટ્રેલિયાએ જૂન પછી ઘણું ક્રિકેટ રમવાનું છે અને તેમાં તેમની ભૂમિકા નિર્ણાયક રહેશે. તેણે કહ્યું, “અમે સ્મિથના સ્થાને કોઈ બેટ્‌સમેનને સામેલ કર્યો નથી. કારણ કે, ટીમમાં ઘણા એવા ખેલાડીઓ છે, જેમને સ્મિથની ગેરહાજરીનો લાભ ઉઠાવવાની તક મળશે. પાકિસ્તાન વિરૂદ્ધ ઓડીઆઇ અને ટી૨૦આઈ ૨૯ માર્ચથી શરૂ થઈ રહી છે. પ્રથમ વનડે સિરીઝની ૩ મેચ હશે, ત્યારબાદ માત્ર ટી૨૦ રમાશે. ટી૨૦ મેચ ૫ એપ્રિલે રમાશે. ઓડીઆઇ મેચો ૨૯, ૩૧ અને ૨ એપ્રિલે રમાશે. આ તમામ મેચો અગાઉ રાવલપિંડીમાં યોજાવાની હતી. પરંતુ રાજકીય કારણોસર તેમને લાહોર શિફ્ટ કરવામાં આવ્યા છે.

Steven-Smith.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *