Delhi

મહિલા ક્રિકેટર મિતાલી આઈસીસી મહિલા વનડે રેન્કિંગમાં ૭માં સ્થાને

નવીદિલ્હી
ભારતીય મહિલા ટીમની સુકાની મિતાલી રાજ એક સ્થાનના નુકસાન થતાં સાતમા ક્રમે પહોંચી ગઇ છે. જ્યારે સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાના આઈસીસી મહિલા વન-ડે બેટ્‌સમેન્સ રેન્કિંગમાં નવમા સ્થાને સરકી ગઈ છે. તાજેતરમાં પૂરા થયેલા મહિલા વર્લ્‌ડ કપમાં અપેક્ષા મુજબનું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહેલી મિતાલી રાજના ૬૮૬ રેટિંગ પોઈન્ટ છે. તે વર્લ્‌ડ કપમાં ૭ મેચમાં ૨૬ની એવરેજથી ૧૮૨ રન બનાવી શકી હતી. મંધાનાએ વર્લ્‌ડ કપમાં સાત મેચમાં ૪૬.૭૧ ની એવરેજથી ૩૨૭ રન બનાવ્યા હતા અને તેના ૬૬૯ પોઈન્ટ થઈ ગયા છે. ટૂર્નામેન્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર ૧૨૩ રન રહ્યો હતો. ભારતીય ઉપ સુકાની હરમનપ્રીત કૌર પણ એક સ્થાન આગળ વધીને ૧૪મા સ્થાને પહોંચી ગઈ છે. હરમનપ્રીત કૌર સાત મેચમાં ૩૧૮ રન સાથે વર્લ્‌ડ કપમાં ભારતની બીજી સર્વશ્રેષ્ઠ બેટ્‌સમેન હતી. ઓસ્ટ્રેલિયાની વિકેટ કીપર બેટ્‌સમેન એલિસા હીલી ઈંગ્લેન્ડ સામેની ફાઇનલમાં ૧૭૦ રનના શાનદાર પ્રદર્શનને કારણે બેટ્‌સમેનોની રેન્કિંગમાં ટોચ પર પહોંચી ગઈ છે. તેણે દક્ષિણ આફ્રિકાની ઓપનર લૌરા વોલ્વાર્ટને પાછળ છોડી દીધી. એલિસાએ વર્લ્‌ડ કપમાં ૯ મેચમાં ૨ સદી અને ૨ અડધી સદીની મદદથી ૫૦૯ રન બનાવ્યા હતા અને આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ ૧૦૩.૬૬ હતો. તે ટુર્નામેન્ટની ટોપ સ્કોરર હતી. એલિસા ઉપરાંત ઓસ્ટ્રેલિયાની બેથ મૂની, મેગ લેનિંગ અને રશેલ હેન્સ બેટિંગ રેન્કિંગમાં ટોચના ૬ બેટ્‌સમેનોમાં સામેલ છે. વર્લ્‌ડ કપ ફાઇનલમાં અણનમ ૧૪૮ રન બનાવનાર ઇંગ્લેન્ડની ઓલરાઉન્ડર નેટ સાઇવર બીજા સ્થાને પહોંચી ગઇ છે. ઓલરાઉન્ડરની યાદીમાં તેણીએ એલિસ પેરીને પાછળ છોડી દીધી છે. ઈંગ્લેન્ડની સ્પિનર ??સોફી એક્લેસ્ટોન નંબર વન બોલર યથાવત છે. જ્યારે દક્ષિણ આફ્રિકાની ફાસ્ટ બોલર શબનિમ ઈસ્માઈલ બીજા સ્થાને પહોંચી ગઈ છે. અનુભવી ઝડપી બોલર અન્યા શ્રબસોલે પાંચ સ્થાનની છલાંગ લગાવીને ટોપ ૧૦માં સ્થાન મેળવ્યું છે. ભારતની ઝુલન ગોસ્વામી પાંચમા સ્થાને યથાવત છે. ઓલરાઉન્ડરની યાદીમાં તે ૧૦મા ક્રમે છે જ્યારે ભારતની દીપ્તિ શર્મા આ જ યાદીમાં સાતમા સ્થાને છે.

Smriti-Mandhana-Mithali-Raj.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *