Delhi

માર્ચ ૨૦૨૩ સુધી ઇમરજન્સી ક્રેડિટ લાઇનનું વિસ્તરણ એ એક મહત્વપૂર્ણ પગલું

નવીદિલ્હી
નાણામંત્રી ર્નિમલા સીતારમણ મોદી સરકારના બીજા કાર્યકાળનું ચોથું બજેટ સવારે ૧૧ વાગ્યે સંસદમાં રજૂ કર્યું છે. આ સતત ચોથી વખત છે જ્યારે નાણામંત્રી ર્નિમલા સીતારમણ રજૂઆત કરી છે. કોરોના મહામારી અને તેની સામે ઊભા થયેલા પડકારોનો સામનો કરી રહેલી અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે સરકાર દરેક ક્ષેત્ર પર ખર્ચ વધારી શકે છે. મહત્વનું છે કે, દેશના પાંચ રાજ્યો ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરમાં આ મહિનાથી વિધાનસભાની ચૂંટણીઓ શરૂ થઈ રહી છે. નાણામંત્રી ર્નિમલા સીતારમણે આ પહેલા સોમવારે ફાઈનાન્સિયલ યર ૨૦૨૧-૨૨નો આર્થિક સર્વે રજૂ કર્યો હતો. ઈકોનોમિક સર્વેમાં એવું અનુમાન લગાવવામાં આવ્યું છે કે, આગામી ફાઈનાન્સિયલ યરમાં દેશનો વિકાસ દર ૮-૮.૫ ટકા રહેશે. આજે સવારે બજેટની રજૂઆત પહેલા સેન્સેક્સમાં ઉછાળો નોંધાયો હતો. સેન્સેક્સમાં ૬૫૦ પોઈન્ટના વધારા સાથે બજાર ખુલ્યું હતું, જ્યારે નિફ્ટીમાં ૩૦૦ પોઈન્ટથી વધુનો વધારો થયો હતો. નાણામંત્રી ર્નિમલા સીતારમણે કહ્યું કે, ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમથી ૧૩૦ લાખ સ્જીસ્ઈજને રોગચાળાની સૌથી ખરાબ અસર ઘટાડવામાં મદદ મળી છે. નિષ્ણાતો કહે છે કે ,માર્ચ ૨૦૨૩ સુધી ઇમરજન્સી ક્રેડિટ લાઇનનું વિસ્તરણ એ એક મહત્વપૂર્ણ પગલું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *