Delhi

યુક્રેનના આત્મસમર્પણ કરનારા સૈનિકોને તપાસ માટે રશિયા મોકલાયા છે

ન્યુદિલ્હી
રશિયા અને યૂક્રેનની વચ્ચે ૧૦૦ દિવસોથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. યૂક્રેન માં કેટલાય શહેરો તબાહ થઇ ચૂક્યા છે. રશિયન હૂમલામાં યૂક્રેનના સેંકડો સૈનિકો અને નિર્દોષ નાગરિકો પણ માર્યા ગયા છે. આ બધાની વચ્ચે સમાચાર છે કે, ૧૦૦૦ થી વધુ યૂક્રેની સૈનિકોને તપાસ માટે રશિયા મોકલવામા આવ્યા છે. આ યૂક્રેની સૈનિકોએ મારિયુપોલ શહેરમાં આત્મસમર્પણ કર્યુ હતુ. એક રશિયન કાયદા પ્રવર્તન સ્ત્રોતનો હવાલો આપતા બતાવ્યુ કે, મારિયુપોલ શહેરમાં આત્મસમર્પણ કરનારા ૧,૦૦૦ થી વધુ સૈનિકોને તપાસ માટે રશિયા મોકલી દેવામાં આવ્યા છે. યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેંન્સ્કી આ સૈનિકોને નાયક માને છે. વળી રશિયાના નેતા આને નાઝી અપરાધી ગણાવે છે. મારિયુપોલ શહેરમાં આત્મસમર્પણ કરનારા ૧,૦૦૦ થી વધુ યૂક્રેની સૈનિકોને તપાસ માટે રશિયા મોકલવામાં આવ્યા છે. જાેકે આની હજુ પુષ્ટી નથી કરવામાં આવી. જાે આવુ થશે તો રશિયા અને યૂક્રેનની વચ્ચે શાંતિ વાર્તા વધુ કમજાેર બની શકે છે. યુદ્ધની વચ્ચે યૂક્રેન યુદ્ધ કેદીઓની અદલાબદલીની આશા કરી રહ્યાં છે, જ્યારે રશિયા તેમાથી કેટલીય જગ્યાએ યુદ્ધ અપરાધી કાર્યવાહી કરવાની યોજના બનાવી રહ્યું છે.

Ukraines-surrendering-troops-have-been-sent-to-Russia-for-investigation.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *