Gujarat

કેન્દ્ર સરકારે ૧૪ ખરીફ પાકોના ટેકાના ભાવ જાહેર કર્યા

ન્યુદિલ્હી
કેબિનેટની પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આજે આ વર્ષના ખરીફ પાકોની સીઝનના વેચાણના ટેકાના ભાવ જાહેર કર્યા હતા. આ જાહેરાતમાં કુલ ૧૪ પાકોના નવા ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા હતા. અનુરાગ ઠાકુરે કહ્યું કે, ૨૦૧૪ પહેલા ૧-૨ પાકોની ટેકાના ભાવે ખરીદી થતી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા બાદ બાકીના પાકોનો પણ ટેકાના ભાવની યાદીમાં સમાવેશ કરાયો છે. અનુરાગ ઠાકુરે કહ્યું કે, ૨૦૨૨-૨૩ના વર્ષ માટે ખરીફ પાકોના વેચાણની સીઝન માટે ૧૪ પાકોના ટેકાના ભાવ નક્કી કરાયા છે. ધાન્ય પાકોની એમએસપી ૨૦૪૦ રુપિયા પ્રતિ ક્વિંટલ નક્કી કરાઈ છે અને ધાન્ય પાકોની એમએસપીમાં ૧૦૦ રુપિયા પ્રતિ ક્વિંટલ ભાવ વધારવામાં આવ્યા છે. આ સાથે કેન્દ્રિય કેબિનેટે તૂવેર દાળના ટેકાના ભાવમાં પણ વધારો કર્યો છે. આ વર્ષે તૂવેરની એમએસપી ૬૬૦૦ રુપિયા પ્રતિ ક્વિંટલ નક્કી કરવામાં આવી છે. ગયા વર્ષ કરતાં ખેડૂતોને તૂવેરના ભાવમાં પ્રતિ ક્વિંટલ ૩૦૦ રુપિયા વધુ મળશે અનુરાગ ઠાકુરે આગળ કહ્યું કે, આજે કેબિનેટની બેઠકમાં ર્નિણય લેવાયો છે કે, તલના ભાવમાં ૫૨૩ રુપિયાનો વધારો કરવામાં આવશે. મગના ભાવમાં પણ પ્રતિ ક્વિંટલ ૪૮૦ રુપિયા વધારવામાં આવશે. સૂરજમુખી ઉપર પણ ૩૫૮ રુપિયા પ્રતિક્વિંટલ ખેડૂતોને વધુ મળશે. મગફળીના ભાવની વાત કરીએ તો, હવે સરકાર ખેડૂતોને મગફળીમાં પ્રતિક્વિંટલ ૩૦૦ રુપિયા વધુ આપશે. અગાઉ, રસાયણ અને ખાતર મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે ભારત પાસે ખરીફ તેમજ રવિ સિઝનની ખાતરની જરૂરિયાતને પહોંચી વળવા માટે યુરિયાનો પૂરતો સ્ટોક છે અને ડિસેમ્બર સુધી તેની આયાત કરવાની જરૂર રહેશે નહીં. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય બજારમાં ખાતરના ભાવમાં ઘટાડો થયો છે અને એવી અપેક્ષા છે કે આગામી છ મહિનામાં તેના ભાવ વધુ નીચે આવશે. માંડવિયાએ સોમવારે પત્રકારોને જણાવ્યું હતું કે, “દેશમાં યુરિયાની પૂરતી ઉપલબ્ધતા છે. સ્થાનિક જરૂરિયાતને પહોંચી વળવા અમારી પાસે ડિસેમ્બર સુધી યુરિયાનો સ્ટોક છે. અમારે ડિસેમ્બર સુધી આયાત કરવાની જરૂર નથી.” મંત્રીએ કહ્યું કે સરકારે પહેલેથી જ ૧.૬ મિલિયન ટન યુરિયાની આયાત કરી છે, જે આગામી ૪૫ દિવસમાં મોકલવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *