Delhi

લખનૌ સુપરજાયન્ટ્‌સની ટીમમાં ઝિમ્બાબ્વેનો બોલર મુજરબાની બન્યો

નવીદિલ્હી
લખનૌએ ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર માર્ક વૂડને ૭.૫ કરોડ રૂપિયામાં સામેલ કર્યા હતો, પરંતુ ઈજાના કારણે તે આ સિઝનમાં રમી શકશે નહીં. ટીમ તેના રિપ્લેસમેન્ટની શોધમાં છે. આવી સ્થિતિમાં મુજરબાની તેમનો વિકલ્પ બની શકે છે. બંનેની સ્પીડ એક સરખી છે.આઈપીએલમાં રમી રહેલા મોટાભાગના ખેલાડીઓએ મુજરબાનીના બોલનો સામનો કર્યો નથી, તેથી તે સરપ્રાઈઝ પેકેજ પણ સાબિત થઈ શકે છે.ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૨ થોડા દિવસોમાં શરૂ થશે. આઇપીએલ ૨૦૨૨ ની ૧૫મી સિઝન ૨૬ માર્ચથી શરૂ થશે અને તેની સાથે જ રોમાંચની શરૂઆત થશે. ઘણા ખેલાડીઓ આ લીગમાં રમવાની ઈચ્છા ધરાવે છે. ઘણા મોટા દેશોના ખેલાડીઓ ૈંઁન્માં રમે છે પરંતુ ઘણા નાના દેશોના ખેલાડીઓને તક મળતી નથી. હવે જાે કે આ વખતે આઈપીએલમાં ઝિમ્બાબ્વેનો પણ એક યુવા ખેલાડી રંગ બતાવશે. આ ખેલાડીનું નામ બ્લેસિંગ મુજરબાની છે. મુજરબાની આઈપીએલમાં લખનૌ સુપરજાયન્ટ્‌સ તરફથી રમતા જાેવા મળશે. તે ભારત આવવા માટે રવાના થઈ ગયો છે. ઝિમ્બાબ્વેમાં ભારતના રાજદૂત મુજરબાનીને મળ્યા અને તેને શુભેચ્છાઓ આપી હતી. રાજદૂતે લખનૌ સુપરજાયન્ટ્‌સની ટીમને પણ શુભેચ્છાઓ પાઠવી. મુજરબાની હાલમાં ઝિમ્બાબ્વેના પ્રતિભાશાળી ખેલાડીઓમાંથી એક છે. તેણે પાકિસ્તાન અને ઈંગ્લેન્ડમાં પોતાની પ્રતિભા દર્શાવી છે. તેણે પાકિસ્તાન સુપર લીગમાં ભાગ લીધો છે. ઁજીન્માં તેણે ચાર મેચમાં પાંચ વિકેટ લીધી હતી અને આઠથી ઓછી ઈકોનોમીમાં રન બનાવ્યા હતા. તે ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમી ચૂક્યો છે. તેની પાસે ૧૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરવાની ક્ષમતા છે. તેની અત્યાર સુધીની કારકિર્દી પર નજર કરીએ તો તેણે પોતાના દેશ માટે ૨૧ ્‌૨૦ મેચ રમી છે અને ૨૫ વિકેટ લીધી છે. આ સાથે જ તેણે પોતાના દેશ માટે ર્ંડ્ઢૈં માં ૩૦ મેચ રમી છે અને ૩૯ વિકેટ લીધી છે. મુજરબાનીએ છ ટેસ્ટ મેચમાં ટીમનું પ્રતિનિધિત્વ કર્યું છે અને ૧૯ વિકેટ લીધી છે.

Lucknow-Super-Giants.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *