Delhi

વર્લ્ડકેપ વિજેતા ટીમના ગુજ્જુ ખેલાડી મુનાફ પટેલ પર છેતરપિંડીનો આરોપ

નવીદિલ્હી
ભારતની ક્રિકેટ વર્લ્ડ કપ વિજેતા ટીમના ખેલાડી અને ભરૂચના ઇખર ગામના રહેવાસી અને પૂર્વ ક્રિકેટર મુનાફ પટેલનાં ૨ બેંક ખાતાં સીઝ કરવામાં આવ્યાં છે. શું છે સમગ્ર મામલો? તે જાણો.. ટર નોએડામાં એક રેસિડેન્સિયલ સ્કિમ સમય મર્યાદામાં પૂર્ણ નહી કરનાર બિલ્ડર ગૃપ સામે રેરાએ કાર્યવાહી હાથ ધરી છે. ઉત્તર પ્રદેશની રિઅલ એસ્ટેટ રેગ્યૂલેટરી ઓથોરિટી(રેરા)એ ક્રિકેટર મુનાફ પટેલના બે બેંક ખાતે સીલ કરીને રૃ.૫૨ લાખની વસૂલાત કરી છે. મુનાફ પટેલ આ બિલ્ડર ગૃપમાં ડાયરેક્ટર હોવાથી તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર ઉત્તર પ્રદેશના નોઇડાની બિલ્ડર કંપનીમાં મુનાફ પટેલ ડિરેક્ટર હતો. તે કંપનીએ રોકાણકારોના પૈસા પરત કર્યા ન હોવાથી કંપની સામે ચાલી રહેલી કાર્યવાહીના ભાગરૂપે મુનાફનાં બેંક ખાતાઓ સીઝ કરી ૫૨ લાખની વસૂલાત કરાઈ છે. દિલ્હી નજીક નોએડામાં ગ્રેનો વેસ્ટના સેક્ટર ૧૦માં બિલ્ડર ગૃપ ‘પ્રમોટર્સ પ્રાઇવેટ લિમિટેડ’ દ્વારા ‘વન લીફ ટ્રોય’ નામથી રહેણાંક સ્કિમ મુકવામા આવી છે. આ સ્કિમને પુર્ણ થવામાં વિલંબ થતાં તેમા મકાનો બુક કરાવનાર ગ્રાહકોએ રેરામાં ફરિયાદ કરી આ ફરિયાદ બાદ ઉત્તર પ્રદેશ રેરાએ બિલ્ડરોને વધુ ત્રણ મહિનાનો સમય આપ્યો હતો તેમા છતાં પણ સ્કીમ સમયસર પૂર્ણ નહી થતા હવે ગ્રેટર નોએડા જિલ્લા પ્રસાશન દ્વારા રિકવરી સર્ટિફિકેટ જારી કર્યુ છે જે અંતર્ગત પ્રમોટર્સ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી રૃ.૧૦ કરોડની વસૂલાત કરવાની છે. દાદરી તાલુકા પ્રસાશન દ્વારા રિકવરી સર્ટિફિકેટના આધારે રિકવરીની કાર્યવાહી શરૃ કરી દીધી છે. આ બિલ્ડર ગૃપમાં ક્રિકેટર મુનાફ પઠાણ પણ ડાયરેક્ટર છે જેના પગલે મુનાફ પટેલના નોએડા અને ગુજરાતમાં આવેલા બે બેંક ખાતે સીલ કરી દેવામાં આવ્યા છે અને તેમાથી રૃ.૫૨ લાખની વસૂલાત કરવામાં આવી છે. મુનાફ પટેલ સામેની આ કાર્યવાહી ક્રિકેટ જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે. ઉલ્લેખનીય છે કે મુનાફ પટેલ મુળ ભરૃચ નજીકના ઇખર ગામનો વતની છે. ઉલ્લેખનીય છે કે મુનાફ પટેલ ભારતની ૨૦૧૧ની વર્લ્ડ વિનિંગ ટીમનો રેગ્યુલર ફાસ્ટ બોલર હતો અને તેના યોગદાનથી ભારતે બીજાે ક્રિકેટ વર્લ્ડ કપ ઊંચક્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *