Delhi

શિરડી દેવસ્થાનના ટ્રસ્ટી અને યુવા સેનાના અધિકારી રાહુલ કનાલના ઘરે દરોડા

નવીદિલ્હી
શિવસેના સાંસદ સંજય રાઉતે જાહેરાત કરી છે કે તેઓ આજે સાંજે ૪ વાગ્યે શિવસેના ભવન સામે ભાજપના નેતાઓ અને કેન્દ્રીય તપાસ એજન્સીઓના અધિકારીઓના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરશે. આ પીસી પહેલા આવકવેરા વિભાગની આ કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. છેલ્લી વખતે, જે દિવસે સંજય રાઉત તેમની પ્રેસ કોન્ફરન્સ કરવાના હતા, તે દિવસે ઈડ્ઢએ મુંબઈમાં દાઉદ ઈબ્રાહિમ સાથે સંબંધિત અલગ-અલગ સ્થળો પર દરોડા પાડ્યા હતા. દાઉદની બહેન હસીના પારકરના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા હતા અને તેના ભાઈ ઈકબાલ કાસકરને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. કહેવાય છે કે તેણે પોતાની પૂછપરછમાં નવાબ મલિકનું નામ લીધું હતું અને ત્યારબાદ ઈડ્ઢએ લાંબી પૂછપરછ બાદ નવાબ મલિકની ધરપકડ કરી હતી. આ કાર્યવાહી પર ટિપ્પણી કરતા આદિત્ય ઠાકરેએ મુંબઈમાં પત્રકારોને કહ્યું કે આ મહારાષ્ટ્ર પર દિલ્હીનો હુમલો છે. અગાઉ પણ આવું બન્યું છે. જ્યાં ચૂંટણી નજીક આવે છે અને તેમને હારનો ડર લાગે છે, ત્યાં તેમના દરોડા શરૂ થઈ જાય છે. હાલમાં મહાનગરપાલિકાઓની ચૂંટણી છે. પશ્ચિમ બંગાળ, યુપી, હૈદરાબાદ દરેક જગ્યાએ તેમના દ્વારા આ થતુ રહ્યું છે. મહારાષ્ટ્ર દિલ્હી સામે ઝૂકશે નહીં અને અટકશે નહીં. આજે સવારે આવકવેરા અધિકારીઓએ મુંબઈના બાંદ્રામાં શિરડી દેવસ્થાનના ટ્રસ્ટી અને યુવા સેનાના અધિકારી રાહુલ કનાલના ઘરે દરોડા પાડ્યા હતા. રાહુલ કનાલનું આ ઘર બાંદ્રામાં ભાભા હોસ્પિટલની ગલીમાં નાઈન અલ્મેડા નામની ઈમારતમાં છે. હાલ રાહુલ કનાલના બિલ્ડિંગની આસપાસ સુરક્ષા ટીમના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. રાહુલ કનાલ હાલમાં ઘરમાં છે કે નહીં, તેની માહિતી ઉપલબ્ધ નથી.મહારાષ્ટ્ર સરકારમાં પર્યટન અને પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેના નજીકના સાથી રાહુલ કનાલના ઘરે આવકવેરા વિભાગના અધિકારીઓ દ્વારા ઈન્કમ ટેક્સ આઈટીના દરોડા પાડવામાં આવ્યા છે. રાહુલ કનાલ શિવસેનાની યુવા પાંખના નેતા અને શિરડી સાંઈ સંસ્થાનના ટ્રસ્ટી છે. આ સિવાય શિવસેના સાથે જાેડાયેલા પદાધિકારીઓના ઘરો પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. રાહુલ કનાલ ઉપરાંત પરિવહન મંત્રી અને શિવસેના નેતા અનિલ પરબના સહયોગી સંજય કદમના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા છે. શિવસેનાના ઉપનેતા અને સ્થાયી સમિતિના પ્રમુખ યશવંત જાધવના ઘર પર આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવાની ઘટના હજુ તાજી જ હતી કે આજે (૮ માર્ચ, મંગળવાર) સવારથી જ મુંબઈના વિવિધ સ્થળોએ શિવસેનાના પદાધિકારીઓના ઘરો પર આઈટી વિભાગે દરોડા પાડવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *