Delhi

સંયુક્ત રાષ્ટ્ર્‌ સુરક્ષા પરિષદમાં ભારતે બૂચા હત્યાકાંડની નિંદા કરી

નવીદિલ્હી
રશિયા-યુક્રેન સંકટની અસર સમગ્ર વિશ્વમાં જાેવા મળી રહી છે. ઘણા વિકાસશીલ દેશોમાં ખોરાક, ઉર્જાના ભાવમાં વધારો થયો છે.ઉપરાંત ભારતીય પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ જણાવ્યું હતું કે, ભારત રશિયા અને યુક્રેન વચ્ચે સતત બગડતી પરિસ્થિતિને લઈને ખૂબ જ ચિંતિત છે અને હિંસાનો તાત્કાલિક અંત લાવવાના તેના આહ્વાનને પુનરાવર્તિત કરે છે. અમે યુદ્ધની શરૂઆતથી જ કૂટનીતિ અને સંવાદના માર્ગને અનુસરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ મંગળવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને કહ્યું કે રશિયન સૈન્યએ કરેલા યુદ્ધ અપરાધો સામે યોગ્ય પગલા લેવામાં આવે. તેમના વીડિયો સંબોધનમાં, ઝેલેન્સકીએ રશિયન સૈનિકો પર બીજા વિશ્વ યુદ્ધ પછીના સૌથી ઘાતકી અત્યાચારનો આરોપ મૂક્યો અને કહ્યું કે તેઓ ઇસ્લામિક સ્ટેટ જૂથ જેવા આતંકવાદીઓથી અલગ નથી. યુક્રેનના વિવિધ ભાગોમાંથી, ખાસ કરીને બુચામાંથી સામે આવેલી ભયાનક તસવીરોએ વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે અને યુદ્ધના ગુનાઓ માટે રશિયા સામે ટ્રાયલ અને કડક પ્રતિબંધોની માંગણી કરવામાં આવી રહી છે.ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ‘બુચા હત્યાકાંડ’ની સખત નિંદા કરી. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતીય પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ જણાવ્યું હતું કે, યુક્રેનની સ્થિતિમાં કોઈ ખાસ સુધારો જાેવા મળ્યો નથી. બૂચામાં નાગરિકોના મૃત્યુના તાજેતરના અહેવાલો ખૂબ જ ચિંતાજનક છે. અમે સ્પષ્ટપણે આ હત્યાઓની નિંદા કરીએ છીએ અને સ્વતંત્ર તપાસની હાકલને સમર્થન આપીએ છીએ. તિરુમૂર્તિએ વધુમાં જણાવ્યું હતું કે યુક્રેનમાં ગંભીર માનવતાવાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારત યુક્રેન અને તેના પડોશીઓને માનવતાવાદી પુરવઠો, દવાઓ અને અન્ય જરૂરી રાહત સામગ્રી મોકલી રહ્યું છે. અમે આવનારા સમયમાં યુક્રેનને વધુ મદદ આપવા માટે તૈયાર છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *