Delhi

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હજુ તો બાકી અને ત્યા મ્ત્નઁના ધારાસભ્યનું એવું વિવાદિત નિવેદન આપ્યું

નવીદિલ્હી
વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ મામલે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણીની હજુ તો બાકી છે એવામાં કાનપુરના બિઠુરથી એક ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યએ એવું વિવાદિત નિવેદન આપ્યું અને આ નિવેદન થી તો માહોલ શું હચમચી ગયો. ભાજપના ધારાસભ્ય અભિજીત સિંહ સાંગાએ એક વિવાદિત નિવેદન આપ્યું. અભિજીત સાંગાના આ નિવેદનથી રાજકીય ગરમાવો આવ્યો છે. તેમણે મંદિર તોડીને બનાવવામાં આવેલી મસ્જિદો પર નિવેદન આપ્યું. ભાજપના વિધાયક અભિજીત સિંહ સાંગાએ એક ટ્‌વીટ કરી જેમાં લખ્યું છે કે દુર્યોધને પાંચ ગામ નહતાં આપ્યા અને તેમણે આખું સામ્રાજ્ય ગુમાવવું પડ્યું હતું. અમે ત્રણ મંદિર માંગ્યા હતા અને તમને ન માન્યા. હવે તૈયાર રહો, બધા મંદિર પાછા લઈશું. અત્રે જણાવવાનું કે ભાજપના આ ધારાસભ્ય અભિજીત સિંહ સાંગા પોતાના વિવાદિત નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. અત્રે જણાવવાનું કે છેલ્લા કેટલાક સમયમાં દેશમાં અલગ અલગ ભાગમાં આવેલા ધાર્મિક સ્થળો અને ઈમારતોને લઈને અનેક દાવા થઈ રહ્યા છે અને કોર્ટમાં અરજીઓ પણ દાખલ કરાઈ છે. આ કડીમાં વારાણસીમાં હિન્દુ પક્ષના દાવાને લઈને પણ સરવે કરાવવામાં આવ્યો જેમાં મસ્જિદના વઝૂખાનામાં શિવલિંગ મળ્યું હોવાનો દાવો થઈ રહ્યો છે. આ મામલે સુપ્રીમમાં અને વારાણસી કોર્ટમાં અલગ અલગ સુનાવણી ચાલુ છે. આ ઉપરાંત મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદ અંગે પણ નીચલી કોર્ટમાં હવે સુનાવણી થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *