નવીદિલ્હી
૨૦૦૨ ના ગુજરાતના તોફાનો દરમિયાન આ પૂર્વાયોજીત ષડયંત્ર અને કાંડ હોવાનો આરોપ લગાવનારા જાકિયા જાફરીએ સુપ્રીમ કોર્ટને અગાઉ પોતાના નિવેદનમાં મોટું પરિવર્તન કર્યું હતું. તેમણે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રીને કોઇ પણ સ્તરે ફસાવવાનો પ્રયાસ નહી કર્યો હોવાનો દાવો કર્યો હતો. આ ઉપરાંત તેમણે કહ્યું કે, આ મુદ્દે તેમણે કોર્ટમાં ક્યારે રજુ પણ નથી કર્યો. ૨૮ ફેબ્રુઆરી ૨૦૦૨ માં થયેલા ગોધરાકાંડ બાદ ફાટી નિકળેલા તોફાનોમાં અમદાવાદની ગુલબર્ગ સોસાયટીમાં થયેલી હિંસા દરમિયાન મૃત્યુ પામેલા કોંગ્રેસ નેતા એહસાન જાફરીની પત્ની જકિયા જાફરીએ જીૈં્ દ્વારા નરેન્દ્ર મોદી સહિત ૬૪ લોકોને આપેલી ક્લીન ચીટના કેસને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. અત્રે નોંધનીય છે કે, ગોધરાકાંડ સમયે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા. સુપ્રીમ કોર્ટ દ્વારા જાકીયા જાફરીની અરજી આખરે ફગાવી દેવામાં આવી હતી. પૂર્વ કોંગ્રેસી નેતા અહેસાન જાફરીના પત્ની જાકીયા જાફરી સીટ અને તત્કાલીન મુખ્યમંત્રી સહિત અનેક લોકોની આ તોફાનોમાં સંડોવણી હોવાની અને સીટ દ્વારા તેમને છાવરવામાં આવ્યા હોવાના મુદ્દે વર્ષોથી કોર્ટમાં લડત આપી રહ્યા હતા. જાે કે ગત્ત સુનાવણી દરમિયાન તેમણે જ પોતાના નિવેદનમાં મોટુ પરિવર્તન કરતા આખરે સુપ્રીમ કોર્ટે અરજીને ડિસમિસ કરી દીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સીટ દ્વારા પીએમ મોદીને અપાયેલ ક્લિનચીટને પડકારી હતી. જાકિયા જાફરી પહેલાથી જ નરેન્દ્ર મોદી સહિતના અનેક નેતાઓ વિરુદ્ધ કાયદાકીય લડાઇ લડે છે. નીચલી કોર્ટથી માંડીને સુપ્રીમ કોર્ટ સુધી તમામ સ્તરે લડત લડ્યા બાદ આખરે હવે તેમણે પોતાનાં નિવેદનમાં મોટું પરિવર્તન કર્યું હતું. જેની અસર તેમના વકીલના નિવેદન પર પણ જાેવા મળી હતી. સુપ્રીમ કોર્ટમાં જાફરી તરફથી હાજર વરિષ્ઠ અધિવક્તા કપિલ સિબ્બલે ન્યાયમૂર્તિ એ.એમ ખાનવિલકરની અધ્યક્ષતાવાળી ત્રણ ન્યાયાધીશોની પેઠનેક હ્યું કે, તેમણે પૂર્વ મુખ્યમંત્રીની કોઇ પણ કથિત સંડોવણી અંગે ક્યારે પણ તર્ક નથી આપ્યો. અમારો પ્રયાસ તે વાત પર છે કે, કાવત્રાના અનેક મોટા મુદ્દાઓ છે તે ખાસ તપાસ દળ (સીટ) દ્વારા આ મુદ્દાઓની તપાસ પણ નથી કરવામાં આવી. બેંચમાં જસ્ટિસ દિનેશ મહેશ્વર અને સીટી રવિકુમાર પણ હતા, જેમણે એસઆઇટી દ્વારા ઉચ્ચસ્તરીય તે લોકોની સંડોવણીના આરોપોની તપાસ કરી હતી. સામગ્રી પણ એખત્ર કરી હતી. જેના આધારે તપાસ અધિકારીએ મંતવ્યો રજુ કરતો એક અહેવાલ પણ રજુ કર્યો હતો. આ ટેપમાં તે દાવા સંબંધીત એસટઆઇટીના સમકાલીન અધિકારીક રેકોર્ડ તરફ ઇશારો કર્યો છે કે રાજ્યમાં કેવા પ્રકારની પ્રતિક્રિયા આપવામાં આવી અને શું કાર્યવાહી કરવામાં આવી અને કેવા પગલા ઉઠાવવામાં આવ્યા. જાે કે સુપ્રીમ કોર્ટ અગાઉ પણ કહી ચુકી છે કે, કોઇ નક્કર પુરાવા વગર કોઇ પણ વ્યક્તિ વિરુદ્ધ આરોપ પત્ર દાખલ કરી શકાય નહી.


