Delhi

LIC મર્જર પર સામે આવ્યું મોટું અપડેટ, શું આ ચાર સરકારી વીમા કંપનીઓનો વિલય થશે?!..

નવીદિલ્હી
દેશમાં ચાલી રહેલા ખાનગીકરણ અને વિલીનીકરણ વચ્ચે વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હવે દેશની ચાર સરકારી જનરલ ઈન્સ્યોરન્સ કંપનીઓને ન્ૈંઝ્રમાં વિલય થઈ શકે છે. જેમાં નેશનલ ઈન્સ્યોરન્સ, ન્યુ ઈન્ડિયા એશ્યોરન્સ, ઓરીએન્ટલ ઈન્સ્યોરન્સ અને યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપનીનો સમાવેશ થાય છે. વ્યાપાર નિષ્ણાતોએ જણાવ્યું છે કે તેને વીમા નિયમનકારી અને વિકાસ સત્તાધિકાર (ૈંઇડ્ઢછ) એક્ટ ૧૯૯૯ અને ઈન્સ્યોરન્સ એક્ટ ૧૯૩૮ હેઠળ સુધારવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. સૂચિત સુધારાઓ જણાવે છે કે દેશમાં જીવન અને બિન-જીવન વીમા પૉલિસીઓ વેચવા માટે માત્ર એક જ માન્ય કંપની હોવી જાેઈએ, જે વીમા નિયમનકારને જરૂરી લઘુત્તમ મૂડી નિર્ધારિત કરીને વૈધાનિક મર્યાદાને દૂર કરવામાં મદદ કરશે. એવી પણ માહિતી આપવામાં આવી છે કે અન્ય કૃષિ વીમા કંપનીને તેની સાથે મર્જ કરવામાં આવી શકે છે. હકીકતમાં, આ વિષય પર માહિતી આપતા એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, નાણામંત્રી ર્નિમલા સીતારમણે અગાઉ જાહેરાત કરી હતી કે વ્યૂહાત્મક ક્ષેત્રોના કિસ્સામાં માત્ર ચાર કંપનીઓ જ સરકાર હોઈ શકે છે. એટલે કે, આ રીતે સરકાર તેની ચાર નોન-લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીઓને ન્ૈંઝ્ર સાથે મર્જ કરી શકે છે. બીજી તરફ આ કંપનીઓના કર્મચારીઓ પણ માંગ કરી રહ્યા છે કે આ કંપનીઓને એલઆઈસીમાં મર્જ કરવામાં આવે. બીજી તરફ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે હવે ખાનગી ક્ષેત્રના લોકોને ન્ૈંઝ્રમાં ચેરમેન બનવાની તક મળશે. ઉલ્લેખનીય છે કે, ૬૬ વર્ષમાં આવું પહેલીવાર બન્યું છે જ્યારે ન્ૈંઝ્રનું નિયંત્રણ ખાનગી ચેરમેનના હાથમાં ગયું હોય. અત્યાર સુધીના નિયમ મુજબ કંપનીના એમડીને જ તેના ચેરમેન બનાવવામાં આવ્યા છે.

File-01-Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *