Delhi

અવતાર-૨ ફિલ્મે કરી અધધ…કમાણી, અવતાર-૨ની કમાણીના આંક સાંભળીને હોશ ઉડી જશે

નવીદિલ્હી
ડિસેમ્બર મહિનામાં ત્રણ મોટી ફિલ્મો વચ્ચે બોક્સ ઓફિસ પર સ્પર્ધા જાેવા મળી છે. ૧૮ નવેમ્બર ૨૦૨૨ ના રોજ રીલિઝ થયેલી દ્રશ્યમ ૨ એક મહિના પછી પણ તેને પક્કડ બનાવી રાખી છે, બીજી તરફ સર્કસના બોક્સ ઓફિસ પર હાલ બેહાલ છે. પરંતુ આ બંને ફિલ્મો વચ્ચે જે ફિલ્મ ભારતની સાથે સાથે વિશ્વભરમાં પણ ખૂબ કમાણી કરી રહી છે તે છે જેમ્સ કેમરુનની હોલીવુડ ફિલ્મ અવતારઃ ધ વે ઓફ વોટર છે. ૧૬ ડિસેમ્બરે રિલીઝ થયેલી આ ફિલ્મે કમાણીના મામલે સર્કસ અને દ્રશ્યમ બંનેની હાલત બગાડી દીધી છે. જ્યારથી રિલીઝ થઈ છે ત્યારથી જ આ ફિલ્મ ખૂબ જ કમાણી કરી રહી છે. અવતાર ૨ માત્ર તેની મૂળ ભાષા અંગ્રેજીમાં જ નહીં પરંતુ હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ સહિત અન્ય ભાષાઓમાં પણ સારી કમાણી કરી રહી છે. આ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર ખૂબ જ સારી ઓપનિંગ કરી હતી. પહેલા દિવસે જ જેમ્સ કેમરૂનની આ અવતાર લોકોને પસંદ આવી છે. બોક્સ ઓફિસ પર ૧૧ કરોડની કમાણી સાથે ઓપનિંગ કરી હતી. વીકેન્ડ સુધી આ ફિલ્મની કમાણી વધી છે પરંતુ વર્કિંગ ડે સોમવાર આવતાની સાથે જ ‘અવતાર ૨’ની કમાણી ઘટી ગઈ હતી. આ ફિલ્મને રિલીઝ થયાને ૧૨ દિવસ થઈ ગયા છે અને તેના ૧૨માં દિવસે ફિલ્મે બોક્સ ઓફિસ પર તેને સર્કસ કરતાં વધુ કમાણી કરી છે. બીજા મંગળવારે ફિલ્મે ૨.૯૨ કરોડની કમાણી કરી હતી અને અત્યાર સુધી માત્ર હિન્દી ભાષામાં જ ફિલ્મે ૮૮.૨૨ કરોડનો બિઝનેસ કર્યો છે. જ્યારે હિન્દી ભાષામાં અવતાર ૨ ૧૦૦ કરોડની ક્લબથી થોડાક જ ડગલાં દૂર છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં તમામ ભાષાઓમાં ભારતીય બોક્સ ઓફિસ પર ૨૭૪.૯૫ કરોડનો બિઝનેસ કર્યો છે. છદૃટ્ઠંટ્ઠિઃ ્‌રી ઉટ્ઠઅ ર્ક ઉટ્ઠંીિ ની વિશ્વવ્યાપી કમાણી વિશે વાત કરીએ તો આ ફિલ્મે અત્યાર સુધીમાં વિશ્વભરમાં લગભગ ૮૨૦૦ કરોડનો બિઝનેસ કર્યો છે અને આ વર્ષની બીજી હોલીવુડ ફિલ્મ છે, જેણે ભારતીય બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી છે. આ ફિલ્મ જે રીતે આગળ વધી રહી છે તે જાેતા એમ કહેવું ખોટું નહીં હોય કે જેમ્સ કેમરુંન ફરી એકવાર પોતાના જ અવતારનો રેકોર્ડ તોડવાની તૈયારી કરી રહ્યા છે.

File-01-Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *