નવીદિલ્હી
ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝન ૨૬ માર્ચે ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચથી શરૂ થઈ રહી છે. લીગની મેચો મહારાષ્ટ્રમાં જ રમાશે. મુંબઈના ત્રણ સ્ટેડિયમ આ લીગની મેચોની યજમાની કરશે, જ્યારે પુણેનું એક સ્ટેડિયમ પણ મેચોનું આયોજન કરશે. શાસ્ત્રી સાત વર્ષ બાદ કોમેન્ટ્રી બોક્સમાં કમબેક કરી રહ્યા છે. આ વખતે તેઓ હિન્દીમાં કોમેન્ટ્રી કરતા જાેવા મળશે. ઈન્ડિયન પ્રીમિયર લીગ બ્રોડકાસ્ટર દ્વારા આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં શાસ્ત્રીએ કહ્યું, “ઈન્ડિયન પ્રીમિયર લીગ વિશ્વની મહાન લીગમાંથી એક છે. સાથે જ તે વિશ્વના મહાન ફિઝિયોમાંથી એક છે કારણ કે ઈન્ડિયન પ્રીમિયર લીગ ઓક્શન પહેલા દરેક વ્યક્તિ ફિટ થઈ જાય છે, કારણ કે દરેક વ્યક્તિ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમવા માંગે છે. મુંબઈના ત્રણ સ્ટેડિયમ-વાનખેડે સ્ટેડિયમ, બ્રેબોર્ન સ્ટેડિયમ અને ડીવાય પાટીલ સ્ટેડિયમ મેચોની યજમાની કરશે, જ્યારે પુણેમાં મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ પણ મેચોનું આયોજન કરશે. મુંબઈની પીચો અંગે શાસ્ત્રીએ કહ્યું કે, આ ત્રણેય પીચો લાલ માટીની બનેલી છે, તેથી તમને ટૂંક સમયમાં ખબર પડશે કે તે કેવી રીતે રમશે. તમને મુંબઈના ત્રણેય સ્થળો પર સમાન પિચ મળશે. જ્યારે શાસ્ત્રીને પૂછવામાં આવ્યું કે લીગમાં યુવાનો મોટા પૈસા લઈને આવે છે, શું તેમના પર કોઈ દબાણ છે? આ અંગે શાસ્ત્રીએ કહ્યું, પૈસાને ભૂલી જવું ખૂબ જ જરૂરી છે. વ્યક્તિએ બેઝિક્સ પર પાછા જવું પડશે અને શરૂઆતથી શરૂ કરવું પડશેપ કહેવું સહેલું છે પણ કરવું મુશ્કેલ છે. પરંતુ તમારે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવું પડશે. ઝીણી ઝીણી બાબતો પર ધ્યાન આપવું પડે છે અને અહીં કેપ્ટન મોટો માણસ બની જાય છે. તે દબાણને શોષી શકે છે. એક ચતુર કેપ્ટન આવું જ કરે છે.ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ મંગળવારે ઈન્ડિયન પ્રીમિયર લીગને લઈને એક મોટી વાત કહી છે. શાસ્ત્રીએ કહ્યું છે કે આઈપીએલ એક મહાન ફિઝિયોથેરાપિસ્ટ છે કારણ કે તે ખેલાડીઓને આવતાની સાથે જ ફિટ બનાવવાની ક્ષમતા ધરાવે છે. શાસ્ત્રીએ જે કહ્યું છે તે ક્રિકેટ જગતની અંદર અને બહારના લોકો ઘણી વખત કહી ચૂક્યા છે. શાસ્ત્રી આઈપીએલ ૨૦૨૨ માંથી કોમેન્ટેટર તરીકે પરત ફરી રહ્યા છે. તેઓ ગયા વર્ષના આઈસીસી ટી૨૦ વર્લ્ડ કપ સુધી ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ હતા. શાસ્ત્રીની ગણના વિશ્વના શ્રેષ્ઠ કોમેન્ટેટરોમાં થાય છે.


