Delhi

આઈપીએલમાં સૌથી વધુ મેડન ઓવર નાખવાનો રેકોર્ડ પ્રવીણકુમારના નામે

નવીદિલ્હી
આઈપીએલ ના ઈતિહાસમાં સૌથી વધુ મેડન ઓવર નાખવાનો રેકોર્ડ પ્રવીણ કુમારના નામે છે. પ્રવીણે ૧૧૯ ૈંઁન્ મેચોમાં કુલ ૧૪ મેડન ઓવર ફેંકી છે. પ્રવીણ કિંગ્સ ઈલેવન પંજાબ (હવે પંજાબ કિંગ્સ), ગુજરાત લાયન્સ જેવી ટીમો માટે રમ્યો છે. હવે તે નિવૃત્ત છે. બીજા નંબર પર ઈરફાન પઠાણ છે. પઠાણે ૧૦૩ ૈંઁન્ મેચોમાં ૧૦ મેડન ઓવર ફેંકી છે. પઠાણ પંજાબ, ચેન્નાઈ સુપર કિંગ્સ, દિલ્હી ડેરડેવિલ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ જેવી ટીમોનો ભાગ રહી ચૂક્યો છે. હાલમાં કોમેન્ટ્રીમાં વ્યસ્ત છે. આ યાદીમાં ત્રીજા નંબરે ભુવનેશ્વર કુમારનું નામ છે. સનરાઇઝર્સ તરફથી રમતા ભુવનેશ્વરે ૧૩૨ મેચમાં નવ મેડન ઓવર ફેંકી છે. આ સિઝનમાં તે બીજા નંબર પર આવી શકે છે. ત્રણ બોલર એવા છે જેમની પાસે આઠ મેડન ઓવર છે. ધવલ કુલકર્ણી, લસિથ મલિંગા અને સંદીપ શર્માની આઈપીએલમાં આઠ-આઠ મેડન ઓવર છે. આ સિઝનમાં ધવલને કોઈએ ખરીદ્યો નથી, જ્યારે મલિંગાએ નિવૃત્તિ લઈ લીધી છે. સંદીપ શર્મા આ આઠના આંકડાથી આગળ વધી શકે છે. આ ત્રણ પછી દક્ષિણ આફ્રિકાના ડેલ સ્ટેનનો નંબર આવે છે જેણે ૯૫ ૈંઁન્ મેચોમાં સાત મેડન ઓવર ફેંકી છે. આ વર્ષે સ્ટેન કોચની ભૂમિકામાં હશે કારણ કે સનરાઇઝર્સ હૈદરાબાદે તેને તેમના બોલિંગ કોચ તરીકે નિયુક્ત કર્યો છે. ત્યારબાદ ક્રમે દિપક ચાહર, અમિત મિશ્રા, હરભજન સિંહ, જસપ્રિત બુમરાહ અને ઇશાંત શર્માએ ૬-૬ ઓવર મેડન કરી છે. થોડા દિવસોમાં ઈન્ડિયન પ્રીમિયર લીગનો રોમાંચ શરૂ થશે અને સમગ્ર વિશ્વ આ સાહસનો આનંદ માણશે. આ લીગ ચોગ્ગા અને છગ્ગાના વરસાદ માટે જાણીતી છે. અહીં બેટ્‌સમેનોનું વર્ચસ્વ છે પરંતુ બોલરો પણ પાછળ નથી. આ ટૂર્નામેન્ટમાં બોલરોએ પણ ધૂમ મચાવી છે. અમે તમને આવા જ કેટલાક બોલર્સ વિશે જણાવી રહ્યા છીએ જેમણે આ લીગમાં સૌથી વધુ મેડન ઓવર ફેંકી છે.

Medan-over-Bollar-praveen-kumar.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *