Delhi

ઓડિશાના ગંજમ જિલ્લાના કલેક્ટર વિજયે શહેરની કાયાપલટ કરી નાખી

નવીદિલ્હી
ઓડિશાના ગંજમ જિલ્લાના કલેક્ટર વિજય અમૃતા કુલાંગેએ ેંઁજીઝ્ર પરીક્ષા પાસ કરીને, ૈંછજી અધિકારી બની ચૂક્યા છે. સામાન્ય માણસની સેવા કરવાનું તેમનું સ્વપ્ન પૂર્ણ કરવા માટે તેમણે મુશ્કેલીઓનો સામનો કર્યો છે. વિજયનું કહેવુ છે કે, “અમે ગરીબીમાં જીવતા હતા. જાે હું તબીબી વ્યવસાય પસંદ કરત તો તેમાં કારકિર્દી બનાવવા માટે ૭-૮ વર્ષોની જરૂર હતી જે મને પોસાય તેમ ન હતું. મારી એક નાની બહેન હતી, અને મારા માતા-પિતા તેના લગ્ન વિશે ચિંતિત હતા. મારી કોઈપણ નિષ્ફળતાનો અર્થ મારા પરિવાર માટે આપત્તિ જ હોત” વિજયે ડિપ્લોમા ઇન એજ્યુકેશન પૂર્ણ કર્યું અને છ મહિના બાદ નેવાસા તાલુકાની સરકારી શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે જાેડાયા. પરંતુ વિજયને હંમેશા લાગતું હતું કે તે વધુ હાંસલ કરી શક્યો હોત. તેના પિતાએ પણ વિજયના મનમાં આ સતત વિચાર અનુભવ્યો અને તેમને સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી કરવા પ્રોત્સાહિત કર્યા. “મારા પિતા મને કહેતા કે પરીક્ષા માટે ભણવામાં ક્યારેય ખોટ નથી. જાે હું લાયક ઠરીશ અને વધુ સારી નોકરી મેળવીશ, તો તે સારું રહેશે. પરંતુ જાે મેં તેમ ન કર્યું હોય તો પણ, મારી વર્તમાન નોકરી હોવા છતાં મેં અમૂલ્ય જ્ઞાન મેળવ્યું છે. આ જ્ઞાન મને વધુ સારા શિક્ષક બનવામાં પણ મદદ કરશે”, વિજય આગળ જણાવે છે. વિજય પ્રથમ બે પ્રયાસોમાં, પરીક્ષા પાસ કરવામાં નિષ્ફળ જતાં સ્વાભાવિક રીતે તે નિરાશ થયા, પરંતુ તેમના માતા-પિતાએ તેમના આત્મવિશ્વાસને ક્યારેય ઓછો થવા દીધો નહીં. જ્યારે તેમણે ત્રીજા પ્રયાસમાં આ પરીક્ષા પાસ કરી અને અહમદનગરમાં સેલ્સ ટેક્સ ઇન્સ્પેક્ટર બન્યા ત્યારે આ મહેનતનુ સુંદર ફળ તેમણે મળ્યું. ઓફિસર તરીકે વિજયનું પ્રથમ પોસ્ટિંગ ઓડિશાના ઢેંકનાલ જિલ્લામાં થયું હતું. તેણે એક મરાઠી પુસ્તક ‘આજચા દિવસ માઝા’ લખી છે. કોવિડ-૧૯ મહામારી દરમિયાન, વિજયે ગંજમના કલેક્ટર તરીકે ગંજમ શહેરની કાયાપલટ કરી નાખી હતી. “આ જિલ્લામાંથી મોટી સંખ્યામાં પરપ્રાંતિય કામદારો સુરત અને મુંબઈમાં કામ કરે છે. ભારતમાં કોવિડ-૧૯ મહામારીની પ્રથમ લહેર દરમિયાન, આવા ૪ લાખ લોકો ઘરે પરત ફર્યા હતા. અમે આ દરેક પરત આવનારને ફરજિયાત કોરોના ટેસ્ટિંગ, ફૂડ પેકેટ્‌સ, સેનિટાઈઝર અને પરિવહન સેવા આપવાની શરૂ કરી. ૫ કે તેથી વધુ લોકોના મેળાવડાને પ્રતિબંધિત કરવા માટે કલમ ૧૪૪ જાહેર કરનાર ભારતના પ્રથમ જિલ્લાઓમાં ગંજમ હતો.” આ તમામ પગલાંથી ગંજમ જિલ્લાને લગભગ બે મહિના સુધી કોવિડ-૧૯થી મુક્ત રહેવામાં મદદ કરી હતી. વિજય અને તેમની ટીમ દ્વારા ૧૫ દિવસમાં ૫૦ ૈંઝ્રેં પથારીઓ સાથે ૨૦૦ બેડની કોવિડ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી હતી, અને અન્ય ૩ કોવિડ-૧૯ હોસ્પિટલો, ૮ કોવિડ કેર સેન્ટર્સ અને ૨૦૦૦૦ લિટર લિક્વિડ મેડિકલ ઓક્સિજન પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી હતી. ૩૫ લાખથી વધુ વસ્તી ધરાવતા જિલ્લામાં ડોર-ટુ-ડોર સ્ક્રીનીંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ફરજ બજાવતા દરેક ફ્રન્ટલાઈન વર્કરના પરિવારને ૫૦ લાખ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. ગત વર્ષ, મે ૨૦૨૧માં જ્યારે ચક્રવાતી વાવાઝોડું યાસ ગંજામ પર ત્રાટક્યું ત્યારે પણ, વિજયે સમયસર કોવિડ -૧૯ દર્દીઓ અને આશ્રિતો માટે ઓક્સિજન, હોસ્પિટલના પલંગ અને ડોકટરોની પૂરતી સપ્લાય સાથે સજ્જ તંત્ર બનાવ્યું હતું. વિજયે એક પહેલ પણ શરૂ કરી છે, જેના હેઠળ બાળલગ્ન વિશે ટિપ-ઓફ આપનારને ૫,૦૦૦ રૂપિયાનું રોકડ પુરસ્કાર મળશે; અને માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. આ વિચારને જબરદસ્ત સફળતા મળી અને થોડા મહિનામાં ૩૮ બાળલગ્નો અટકાવવામાં આવ્યા હતા. ત્યારબાદ વિજયે સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને હાઇડ્રેટેડ રહેવા અને વારંવાર પીવાનું પાણી પીવાની આદત બનાવવા માટે ‘જલા ઘંટી’ (વોટર બેલ) પહેલ પણ શરૂ કરી. આ ઉપરાંત, વિજયે પાક વૈવિધ્યકરણ અને મલ્ચિંગ, ભેજ સંરક્ષણ, સૂક્ષ્મ સિંચાઈ અને તાલીમ દ્વારા ખેતીની આવક વધારવા માટે ્‌છઇછ યોજના પણ શરૂ કરી છે. કોવિડ-૧૯ મહામારી દરમિયાન ગંજમ જિલ્લામાં સીમાંત ખેડૂતોને તેમની કમાણી સુધારવામાં મદદ કરવા માટે રૂ. ૫૦ કરોડથી વધુના સ્ય્દ્ગઇઈય્જી ભંડોળનો ઉપયોગ કર્યો હતો. આ ઉપરાંત, તેમણે ‘રાજસ્વ રથ’ સેવા પણ શરૂ કરી છે, જે જમીનના રેકોર્ડને અપડેટ કરવા અને લોકોને ઘર-ઘર સુધી પ્રમાણપત્રો આપવાની સેવાઓ આપે છે. ઓડિશાના તમામ જિલ્લા કલેક્ટરોને હવે ગંજમના ઉદાહરણનું અનુકરણ કરવા અને આ વિચારને અમલમાં મૂકવાનું રાજય સરકાર તરફથી સૂચન અપાયું છે. વિજય એ આજના યુવાનો માટે એક પ્રેરણાદાયી વ્યક્તિ છે, અને તેના અથાગ પ્રયત્નો થકી આજે ઓડિશાના ગંજમ જિલ્લાની કાયાપલટ થઈ ચૂકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *