રાજકોટ ભક્તિનગર સર્કલ ખાતે થયેલ વિમલ વાણીયાના મર્ડરના ગુન્હાના મુખ્ય આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.
રાજકોટ ભક્તિનગર સર્કલ ઓમ ટ્રાવેલ્સ નામની ઓફીસની સામે વિમલ ધર્મેન્દ્રભાઈ વાણીયા ઉ.૨૭ રહે.જમનાનગર શેરીનં.૪ સહકાર મે.રોડ રાજકોટ વાળાને આરોપી કમલેશ લાખાભાઈ ઘાંઘળ તથા તેની સાથેના 2 અજાણ્યા માણસોએ આરોપી કમલેશ લાખાભાઈ ઘાંઘળ ની બહેન શિતલબેન સાથે મરણજનાર વિમલ વાણીયા એ પ્રેમ લગ્ન કરેલ હોય જે બાબતનો ખાર રાખી છરી વડે માર મારી ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવેલ હોય જે અંગે મરણજનારના માતા ભારતીબેન ધર્મેન્દ્રભાઈ વાણીયાએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપતા જે અંગે ભક્તિનગર પોલીસ સ્ટેશન ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ BNS કલમ-૧૦૩(૧), ૩૫૧(૩), ૩૫૨, ૩(૫), ૨૨૩ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ તથા એટ્રોસીટી એક્ટ કલમ-૩(૨)v, ૩(૨)(va) મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય. રાજકોટ કુવાડવા ગામ હાઈ-વે ઉપરથી મર્ડરના ગુનાના આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. કમલેશ લાખાભાઈ ધાંધળ જાતે-રબારી ઉ.૨૫ રહે.શિવધારા સોસાયટી શેરીનં.૨ ખોખળદડ પુલની બાજુમાં રાજકોટ.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


