નવીદિલ્હી
મેચમાં શાનદાર ઇનિંગ રમી રહેલા કાર્તિકે ૨૬ બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. કોઈ બોલર તેને આઉટ કરી શક્યો નહોતો અને કાર્તિક ૩૪ બોલમાં ૬૬ રન બનાવીને અણનમ રહ્યો હતો. આ મેચમાં રહેમાનની છેલ્લી ઓવર હતી. તેણે પહેલો બોલ કાર્તિકને ઓફ સાઈડની બહાર ફેંક્યો. બોલ કાર્તિકના બેટ સાથે સારી રીતે જાેડાયો ન હતો અને બેટની બહારની કિનારીથી થર્ડમેન બાઉન્ડ્રીની પાર ચાર રન માટે ગયો હતો. આ વખતે મુસ્તાફિઝુરે બેક ઓફ લેન્થ બોલ નાંખ્યો, કાર્તિક અદ્ભુત રિવર્સ પુલ રમે છે અને ફરી એકવાર બોલથી ચોગ્ગો ફટકારે છે. કાર્તિકે ત્રીજા બોલ પર પણ ચોગ્ગો ફટકાર્યો. મુસ્તાફિઝુરે આ વખતે લેન્થ બોલ નાખ્યો અને કાર્તિકે એકસ્ટ્રા કવર ઉપરથી બીજી વધું એક ચોગ્ગો ફટકાર્યો હતો. ત્રણ ચોગ્ગા માર્યા બાદ દિનેશ કાર્તિકે ચોથા બોલ પર સિક્સર ફટકારી. આ વખતે બોલ કાર્તિકના સ્લોટમાં હતો અને તે તકને ગુમાવવા માંગતો ન હતો. તે બોલને લોંગ ઓફ બાઉન્ડ્રી બહાર કર્યો હતો. કાર્તિક આ ઓવરમાં અલગ લયમાં જાેવા મળ્યો હતો. તેણે બીજી સિક્સ ફટકારી. રહેમાન સમજી શકતો ન હતો કે કાર્તિકને ક્યાં બોલિંગ કરવી. મિડ ઓફની ઉપર કાર્તિકનો આ છગ્ગો અદ્ભુત હતો. આ બોલ પર, કાર્તિકે ચોગ્ગો ફટકારીને તેની અડધી સદી પૂરી કરી. કાર્તિકનો આ શોટ મિડ ઓફ પર રમાયેલો અદ્ભુત હતો. ૨૦૦ના સ્ટ્રાઈક રેટથી ૨૬ બોલમાં કાર્તિકની આ ફિફ્ટી મારી હતી. કાર્તિકની શાનદાર ઇનિંગ્સના આધારે ઇઝ્રમ્એ ૧૯૦ રન બનાવ્યા હતા.શનિવારે ઇઝ્રમ્ અને ડ્ઢઝ્ર વચ્ચે રમાયેલી મેચમાં ઇઝ્રમ્ની ઇનિંગ્સની ૧૮મી ઓવરમાં દિનેશ કાર્તિકના બેટથી કહેર વરસ્યો હતો. તેણે મુસ્તાફિઝુર રહેમાનની ઓવરમાં પ્રથમ ત્રણ બોલમાં ત્રણ અદ્ભુત ચોગ્ગા ફટકાર્યા હતા, પછી ઓવરના છેલ્લા ત્રણ બોલમાં બે છગ્ગા અને એક ચોગ્ગો માર્યો હતો. રહેમાનની આ ઓવરમાં ૨૮ રન મળ્યા હતા.


