Delhi

ચારેબાજુ પેટ કમિન્સની ધમાકેદાર બેટિંગની ચર્ચાઓ થઈ રહી છે

નવીદિલ્હી
ઈન્ડિય પ્રીમિયર લીગ ૨૦૨૨માં કોલકાતા નાઈટ રાઈડર્સનો મુંબઈનો મુકાબલો થયો હતો. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ કોલકાતા સામે ૧૬૨ રનનો ટાર્ગેટ આપ્યો હતો. કોલકાતા માટે આ લક્ષ્ય હાંસલ કરવું મુશ્કેલ બની રહ્યું હતું કારણ કે મુંબઈના બોલરો સારી બોલિંગ કરી રહ્યા હતા. કોલકાતાએ તેના મહત્વના બેટ્‌સમેનોની વિકેટ ગુમાવી દીધી હતી. આન્દ્રે રસેલ પાસેથી અપેક્ષાઓ હતી, પરંતુ તે પણ મુંબઈની શોર્ટ-બોલની રણનીતિમાં ફસાઈ ગયો હતો. રસેલ ૧૪મી ઓવરના પહેલા બોલ પર આઉટ થયો અને અહીંથી કોલકાતાને જીતવા માટે ૪૧ બોલમાં ૬૧ રનની જરૂર હતી. જાેકે વેંકટેશ અય્યર બીજા છેડે હતો અને સારું રમી રહ્યો હતો, પરંતુ તેમ છતાં ટીમની જીત મુશ્કેલ જણાતી હતી. પરંતુ તે પછી પેટ કમિન્સ આવ્યો હતો અને તેણે બેટથી પોતાની તોફાની અંદાજને બતાવી અને ચાર ઓવર પહેલા જ કોલકાતાને વિજય અપાવ્યો હતો. કમિન્સ જે પ્રકારની બેટિંગ કરે છે તેવી કોઈને અપેક્ષા ન હતી, એટલુ જ નહી કોલકાતા અને કમિન્સે પોતે પણ કરી નહી હોઈ શકે. કમિન્સે આવતાની સાથે જ છગ્ગા અને ચોગ્ગાનો વરસાદ કર્યો હતો અને અડધી સદી ફટકારી હતી. આ સાથે તેણે કેટલાક રેકોર્ડ પણ બનાવ્યા. કમિન્સે આ મેચમાં ૧૫ બોલમાં અણનમ ૫૬ રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં છ છગ્ગા અને ચાર ચોગ્ગા સામેલ હતા. કમિન્સે આ મેચમાં માત્ર ૧૪ બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી અને તે ૈંઁન્ માં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર બેટ્‌સમેન બની ગયો છે. તેણે આ મામલે કેએલ રાહુલની બરાબરી કરી લીધી છે. રાહુલે આ કામ ૨૦૧૮ માં આઈએસ બિન્દ્રા સ્ટેડિયમમાં દિલ્હી ડેરડેવિલ્સ સામે કિંગ્સ ઈલેવન પંજાબ (પંજાબ કિંગ્સ) તરફથી રમતા કર્યું હતું. આ મામલામાં યુસુફ પઠાણ અને સુનીલ નરેન બીજા નંબરે છે. આ બંનેએ ૈંઁન્ માં ૧૫-૧૫ બોલમાં અડધી સદી ફટકારી હતી. કમિન્સ ૧૪મી ઓવરમાં મેદાનમાં ઉતર્યો હતો. આ ઓવરના પાંચમા બોલ પર તેણે ટિમલ મિલ્સને સિક્સર ફટકારી અને છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકાર્યો. કમિન્સે અહીંથી જે આક્રમક સ્વરૂપ બતાવ્યું તે મુંબઈની હારનું મોટું કારણ બન્યું. કમિન્સે બુમરાહને પણ છોડ્યો ન હતો. બુમરાહે ૧૫મી ઓવર નાંખી, આ ઓવરનો બીજાે અને ત્રીજાે બોલ ખાલી રમ્યો પણ ચોથા અને પાંચમા બોલ પર સળંગ સિક્સર અને ફોર ફટકારી. આ પછી એવી ઓવર આવી જેણે કોલકાતાને જીત અપાવી. ડેનિયલ સેમ્સ ૧૬મી ઓવર લાવ્યો. કમિન્સે પ્રથમ બોલ પર શાનદાર સિક્સર ફટકારી હતી. તેના આગળના બોલ પર ચોગ્ગો ફટકાર્યો. તેણે ત્રીજા અને ચોથા બોલ પર વધુ બે સિક્સર ફટકારી હતી. પાંચમા બોલ પર બે રન આવ્યા. અહીં કમિન્સ આઉટ થતા બચી ગયો. કમિન્સના શોટ પર સૂર્યકુમારે શાનદાર કેચ લીધો પરંતુ આ બોલ નો બોલ જાહેર થયો હતો અને બે રન મળ્યા. પછીના બોલ પર કમિન્સે ચોગ્ગો ફટકારીને પોતાની ફિફ્ટી પૂરી કરી અને અંતિમ બોલ પર તેણે સિક્સર ફટકારી. આ ઓવરમાં કુલ ૩૫ રન આવ્યા હતા. આઈપીએલના ઈતિહાસમાં આ બીજી સૌથી મોંઘી ઓવર છે. સિઝનમાં કમિન્સ પોતાની પ્રથમ મેચ રમી રહ્યો હતો. અગાઉ તે પોતાની રાષ્ટ્રીય ટીમ સાથે પાકિસ્તાનના પ્રવાસે હતો અને પછી શેન વોર્નના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા ગયો હતો. તે એક તારીખે પાછો ફર્યો અને ત્રણ દિવસનુ ક્વોરેન્ટાઇન પૂર્ણ કર્યુ હતુ. જાેકે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના નિયમને કારણે તે ૫ એપ્રિલ પહેલા રમી શક્યો ન હતો. આ મેચ તેની આ સિઝનની પ્રથમ મેચ હતી જે તેણે પોતાના બેટથી યાદગાર બનાવી દીધી છે.

Pat-Cummins.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *