ન્યુદિલ્હી
જી-૭ મીટિંગમાં જર્મની સેનેગલ, દક્ષિણ આફ્રિકા અને ઈન્ડોનેશિયાને ગેસ્ટ તરીકે સામેલ કરવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. જાેકે આ ગેસ્ટ લિસ્ટ યુક્રેન યુદ્ધ પહેલાં તૈયાર કરવામાં આવ્યું હતું, જેમાં ભારત પણ સામેલ હતું, પરંતુ હવે આ લિસ્ટમાં ફેરવિચારણા કરવામાં આવી રહી છે. જાેકે આ દરમિયાન અમુક મીડિયા રિપોર્ટમાં જર્મન સરકાર તરફથી દાવો કરવામાં આવ્યો છે કે ભારત વિશે આવો કોઈ વિચાર નથી. સંયુક્ત રાષ્ટ્રમાં રશિયાને માનવાધિકાર પરિષદથી બહાર કરવાનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવના વોટિંગમાં ભારત સહિત ૫૦ દેશે અંતર રાખ્યું છે. આ સિવાય ભારતે રશિયા પર કોઈ પ્રતિબંધ લગાવ્યા નથી. આટલું જ નહીં, ભારત રશિયામાંથી મોટે પાયે તેલની ખરીદી પણ કરી રહ્યું છે. ભારતે રશિયા પાસેથી હથિયારોની ખરીદી પણ ચાલુ રાખી છે. તાજેતરમાં જ જી-૪૦૦ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમની ખરીદી પણ ભારતે રશિયા પાસેથી કરી છે. બ્લૂમબર્ગ સાથેની વાતચીતમાં જર્મન સરકારના પ્રવક્તા સ્ટેફેન હેબેસ્ટ્રેટે કહ્યું હતું કે ટૂંક સમયમાં જ ય્-૭નું ગેસ્ટ લિસ્ટ ફાઈનલ કરી દેવાશે. તેમણે કહ્યું હતું કે અમારા ચાન્સેલરે વારંવાર કહ્યું છે કે જર્મનીના વધુમાં વધુ આંતરરાષ્ટ્રીય ભાગીદારો રશિયા વિરુદ્ધ પ્રતિબંધો લગાવે. ભારત સરકાર તરફથી આ વિશે હજી સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી. જાેકે જર્મની પોતે જ યુક્રેન અને પોલેન્ડની નિંદાનો ભોગ બની રહ્યું છે. જર્મની સતત તેલ અને ગેસની આયાત રશિયાથી કરી રહ્યું છે. જર્મની સહિત યુરોપિયન ઘણા દેશો રશિયા પર આધારિત છે. આ વિશે ભારતીય વિદેશમંત્રી જયશંકરે નિવેદન પણ આપ્યું હતું. ભારત રશિયાથી તેલની આયાત કરે છે એ વિશે જ્યારે દુનિયાના વિવિધ દેશોએ સવાલ ઊભા કર્યા ત્યારે જયશંકરે કહ્યું હતું કે અમે જેટલી આયાત એક મહિનામાં કરીએ છીએ એટલી આયાત યુરોપ એક દિવસમાં કરી લે છે. સંયુક્ત રાજ્ય અમેરિકા (ેંજી), યુનાઈટેડ કિંગ્ડમ (ેંદ્ભ), કેનેડા, ઈટલી, જર્મની અને જાપાન જેવા સાત સૌથી વિકસિત દેશો આ ગ્રુપના ૭ના સભ્ય છે. વર્ષ ૧૯૭૩માં આવેલા તેલ સંકટ અને વૈશ્વિક આર્થિક મંદીના કારણે એ સમયના રાષ્ટ્રપતિ બૈલેરી જિસ્કોર્ડ ડી એસ્ટેઈંગે આ સંગઠનની શરૂઆત કરી હતી. ત્યારે આ છ દેશની સંગઠનની પહેલી બેઠક ૧૯૭૫માં આયોજિત કરવામાં આવી હતી. માનવાધિકારોની સુરક્ષા, લોકતંત્ર, કાયદો અને વ્યવસ્થા, સતત વિકાસ અને સમૃદ્ધી જેવા મુદ્દા પર કામ કરતા આ સંગઠનમાં ૧૯૭૬માં કેનેડાને પણ સામેલ કરવામાં આવ્યું હતું. છેલ્લાં ૪૯ વર્ષથી દરેક વર્ષે ય્-૭ સમિટનું આયોજન કરવામાં આવે છે.૨૦૨૦માં આયોજિત કરવામાં આવેલી ય્-૭ સમિટમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સહિત ઓસ્ટ્રેલિયા, સાઉથ કોરિયા અને રશિયાને આ સમિટમાં સામેલ કરવાનો પ્રસ્તાવ કર્યો હતો. તેમણે આ સંગઠનને ય્-૭માં ય્-૧૦ અથવા ય્-૧૧ કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો. ટ્રમ્પનું માનવું હતું કે દુનિયાની અર્થવ્યવસ્થામાં ભારતનું ઘણું યોગદાન છે, તેથી ભારતને આ સંગઠનમાં સામેલ કરવું જાેઈએ. એ ઉપરાંત ભારતે આગામી વર્ષોમાં અર્થવ્યવસ્થા વધારીને ૫ ટ્રિલિયન ડોલર કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે, તેથી પણ તે ય્-૭ દેશોમાં સામેલ થઈ શકે છે, જેથી ભારતીય ઉદ્યોગોને યુરોપીય બજારોનો પણ લાભ મળી શકે. ય્-૭ના વિદેશમંત્રીઓએ એક બેઠક કરીને રશિયાને સ્પષ્ટ સંદેશ આપ્યો છે. તેમણે સ્પષ્ટ કરી દીધું છે કે યુક્રેનમાં જે પણ યુદ્ધ અપરાધ કરવામાં આવ્યો છે એ માટે દરેક દોષિતનો આરોપ નક્કી કરવામાં આવશે. એ વાત પર પણ ભાર આપવામાં આવ્યો છે કે રશિયા દ્વારા કોઈપણ કારણ વગર માત્ર ઉશ્કેરવાના હેતુથી યુક્રેન સામે યુદ્ધ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં ઘણા નિર્દોષ લોકોના જીવ ગયા છે અને લાખો લોકોને તેમનાં ઘર-દેશ છોડવો પડ્યો છે. માર્ચ મધ્યમાં થયેલી આ બેઠકમાં ય્-૭ દેશો દ્વારા રશિયાને ચેતવણી આપવામાં આવી છે કે તે તરત ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના ર્નિણયનું પાલન કરે, જેમાં યુદ્ધ રોકવાની વાત કરવામાં આવી છે. આ સિવાય એવું પણ કહેવામાં આવ્યું છે કે રશિયા યુક્રેનમાંથી શક્ય હોય એટલી વહેલી તેની સેનાને પરત બોલાવી લે. એ વાત પર પણ ભાર આપવામાં આવ્યો છે કે ય્-૭ દ્વારા રશિયા પર કડક પ્રતિબંધો લગાવવામાં આવે અને મોલડોવ જેવા દેશને સહાય કરવામાં આવે, કારણ કે અત્યારે યુક્રેનના ઘણા નાગરિકોએ મોલડોવમાં શરણ લીધી છે.


