Delhi

ડીઆરડીઓએ મેન-પોર્ટેબલ એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું

નવીદિલ્હી,
ભારતીય નૌકાદળએ વિનાશક યુદ્ધ જહાજ ૈંદ્ગજી વિશાખાપટ્ટનમમાંથી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હતું. મિસાઈલના ‘સી-ટુ-સી’ પ્રકારનું મહત્તમ રેન્જમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને લગભગ સંપૂર્ણ સટીકતાથી ટાર્ગેટ જહાજને હિટ કર્યું અને ભારતીય નૌકાદળના સૂત્રોએ આ માહિતી મુજબ ચીન અને પાકિસ્તાનની સરહદ પર સતત તણાવ ચાલી રહ્યો છે ત્યારે ભારતે આ પરીક્ષણ કર્યું હતું. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું હતું કે મિસાઇલનું સફળ પ્રક્ષેપણ ભારતીય નૌકાદળની “મિશન સંબંધિત સજ્જતા” ની મક્કમતા દર્શાવે છે. તેમણે ટ્‌વીટ કરીને ભારતીય નૌકાદળ અને ડીઆરડીઓને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા.ર્ ભારત અને રશિયાનું સંયુક્ત એકમ ‘બ્રહ્મોસ એરોસ્પેસ’ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું ઉત્પાદન કરે છે જે સબમરીન, જહાજાે, એરક્રાફ્ટ અથવા જમીન આધારિત પ્લેટફોર્મ પરથી લોન્ચ કરી શકાય છે. બ્રહ્મોસ મિસાઇલ મેક ૨.૮ અથવા અવાજની લગભગ ત્રણ ગણી ઝડપે લોન્ચ કરી શકે છે.ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન એ મેન-પોર્ટેબલ એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. સ્વદેશી રીતે વિકસિત એન્ટી-ટેન્ક મિસાઈલને થર્મલ વિઝન સાથે સંકલિત મેન-પોર્ટેબલ લોન્ચરથી ફાયર કરવામાં આવી હતી. સંરક્ષણ મંત્રાલયના મુખ્ય પ્રવક્તાએ આ અંગે માહિતી આપી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ મિસાઈલ ભારતીય સેનાના પાયદળ અને પેરાશૂટ સ્પેશિયલ ફોર્સ માટે છે. આ એક પોર્ટેબલ મિસાઈલ છે જેને માણસો એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. તેને મહત્તમ ૨.૫ કિમી સુધીના ટ્રિપોડનો ઉપયોગ કરીને લોન્ચ કરી શકાય છે. ડ્ઢઇર્ડ્ઢંએ તેનો વિડીયો પણ જાહેર કર્યો છે. જેમાં સ્વદેશી રીતે વિકસિત એન્ટી ટેન્ક મિસાઈલ લોન્ચ થતી જાેઈ શકાય છે.

Man-Porteble-Anti-Tank-Guided-Missile-Sucessesfully-lunched-by-DRDO.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *