નવીદિલ્હી
તેલંગાણામાં બીજેપી નેતા ગનાનેન્દ્ર પ્રસાદ પોતાના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા છે. પોલીસે જણાવ્યું કે અમને સોમવારે તેમના ઘરેથી આત્મહત્યાની સૂચના મળી હતી. ગનાનેન્દ્ર પ્રસાદે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. અત્યાર સુધી આત્મહત્યાના કારણ વિશે માહિતી સામે આવી નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. ગનાનેન્દ્ર પ્રસાદ સરલિંગમપલ્લી વિધાનસભા ક્ષેત્રથી પાર્ટીના રાજ્ય કાર્યકારી સમિતિના સદસ્ય હતા. તેમના ખાનગી સહાયકે તેમને પેંટહાઉસના એક રૂમમાં પંખાથી લટકેલી હાલતમાં જાેયા હતા. પોલીસે લાશને પોસ્ટ મોર્ટમ મોકલી આપીને તપાસ શરુી કરી છે. પોલીસે અધિકારીઓએ પૃષ્ટી કરી છે કે તેને મૃતક નેતાની કોઇ સુસાઇડ નોટ મળી નથી. પોલીસે એ પણ કહ્યું કે બીજેપી નેતા એક દુર્ઘટનાનો શિકાર થયા હતા અને તેમના પગમાં ફ્રેક્ચર થઇ ગયું હતું. પીએએ પોલીસને જણાવ્યું કે સોમવારે સવારે ગનાનેન્દ્ર પ્રસાદે પોતાના પીએને કહ્યું હતું કે તે તેને પરેશાન ના કરે કારણ કે તે ઊંઘવા જઈ રહ્યા છે. આ પછી પીએએ જ્યારે નાસ્તો આપવા માટે રૂમનો દરવાજાે ખખડાવ્યો તો અંદરથી કોઇ પ્રતિક્રિયા આવી ન હતી. આ પછી પીએએ બારીના કાચ તોડ્યા હતા ત્યારે ગનાનેન્દ્ર પ્રસાદ રૂમમાં પંખા સાથે લટકેલી હાલતમાં જાેવા મળ્યા હતા. પરિવારજનોની ફરિયાદ પર પોલીસે કેસ નોધ્યો છે.


