અંબાજી
ગ્રામ વિકાસ અને ગ્રહ નિર્માણ વિભાગના મંત્રી અર્જુનસિંહ ચૌહાણ આજે સવારે અંબાજી મંદિર પહોંચ્યા હતા. મંત્રી અર્જુનસિંહ ચૌહાણ સહ પરિવાર માતાજીના દર્શનાથે પહોંચ્યા હતા. અંબાજી મંદિરના પૂજારીઓ દ્વારા કેશ પહેરાવી મંત્રી અર્જુનસિંહ ચૌહાણનું સ્વાગત કર્યું હતું. અંબાજી મંદિરમાં પહોંચી મંત્રીએ માતાજીના દર્શન કરી માતાજીના ચરણોમાં શીશ નમાવ્યું હતું. મંત્રી અર્જુનસિંહ ચૌહાણ માતાજીના આર્શીવાદ મેળવી ધન્યતા અનુભવી હતી. ત્યાર બાદ અર્જુનસિંહ ચૌહાણ મંદિરની ગાદી પર ભટજી મહારાજનો આશીર્વાદ પણ મેળવ્યો હતો. મંત્રી અર્જુનસિંહ ચૌહાણ અંબાજી માતાજીના દર્શન કર્યા બાદ નવચંડી યજ્ઞમાં જાેડાયા હતાં.શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ ગણાતુ માં જગતજનનીનું ધામ યાત્રાધામ અંબાજી દેશ વિદેશમાં પ્રખ્યાત છે. અંબાજી મંદિરમાં નેતા હોય કે અભિનેતા બધા જ માતાજીના રચણોમાં શીશ નમાવવા આવતા હોય છે. ગુજરાત સરકારના મંત્રી અર્જુનસિંહ ચૌહાણ અંબાજી મંદિર પહોંચ્યા હતા.


