Delhi

પઠાણના ગીતના વિવાદ વચ્ચે સ્મૃતિ ઇરાનીનો ભગવા વસ્ત્રોમાં વિડીયો વાઈરલ, શું છે મામલો

નવીદિલ્હી
નવી ફિલ્મ ‘પઠાણ’ના ‘બેશર્મ’ ગીતના કારણે વિરોધ વંટોળ વચ્ચે વર્ષ ૧૯૯૮ની મિસ ઈન્ડિયા કોમ્પેટીશનમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનો શેર કરાયેલો વિડીયો તૃણમૂલ કોંગ્રેસ (્‌સ્ઝ્ર) અને ભારતીય જનતા પાર્ટી (મ્ત્નઁ) વચ્ચે લડાઈનો વિષય બની ગયો છે. ્‌સ્ઝ્રના રાષ્ટ્રીય પ્રવક્તા રિજુ દત્તાએ પશ્ચિમ બંગાળના સહ પ્રભારી અને ભાજપ ૈં્‌ સેલના પ્રમુખ અમિત માલવીયના ટિ્‌વટનો જવાબ આપ્યો છે. રિજુ દત્તાએ અમિત માલવીયના ટિ્‌વટનો જવાબ આપતા બ્યુટી કોમ્પેટીશનના સ્વિમસૂટ રાઉન્ડ દરમિયાન સ્મૃતિ ઈરાનીનો એક વિડીયો પોસ્ટ કર્યો છે. રિજુ દત્તાએ આ પ્રમાણે ટિ્‌વટ કરતા ભાજપ સાંસદ લોકેટ ચેટર્જીએ રિજુ દત્તાને મહિલા વિરોધી ગણાવ્યા છે. લોકેટ ચેટર્જી જણાવે છે કે, તેમના જેવા પુરુષ મહિલા સામે વધતા અપરાધ માટે જવાબદાર છે અને મહિલાઓ આગળ વધે તે તેમને પસંદ નથી. લોકેટ ચેટર્જીએ ટિ્‌વટ કર્યું છે કે, મમતા બેનર્જીએ ્‌સ્ઝ્રના રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે મહિલા વિરોધી પુરુષોને નિયુક્ત કર્યા છે, જેથી તેમને શરમ આવવી જાેઈએ. તેઓ મહિલાઓ અને મહિલાઓએ પસંદ કરેલ વિકલ્પનું સમ્માન જાળવતા નથી. મહિલાઓ આગળ વધે તે તેમને પસંદ નથી. આ પ્રકારના પુરુષોને કારણે મહિલાઓ સાથે અત્યાચાર થાય છે. રિજુ દત્તાએ લોકેટ ચેટર્જીને વળતો જવાબ આપ્યો છે કે, ભાજપ પાસે કેટલીક મહિલાઓ અંગે અલગ માપદંડ છે, તથા અન્ય મહિલાઓ માટે અલગ વિચાર ધરાવે છે. રિજુ દત્તાએ ટિ્‌વટ કરીને લોકેટ ચેટર્જીને જણાવ્યું હતું કે, હું એવી પાર્ટી સાથે જાેડાયેલો છું, જેની મહિલા નેતાઓ સશક્તિકરણનો પર્યાય છે. તમે એવી પાર્ટી સાથે સંકળાયેલા છો, જે બળાત્કારીઓને સંસ્કારી બ્રાહ્‌ણણ કહે છે. તેમણે બિલ્કિસ બાનો મામલામાં દોષીઓને રાહત આપવાનો ઉલ્લેખ કરતા જણાવ્યું છે કે, ભાજપ બળાત્કારીઓને સંસ્કારી બ્રાહ્મણ કહે છે. ત્યારબાદ લોકેટ ચેટર્જીએ ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતાં જણાવ્યું છે કે, તેમના પક્ષની મહિલા એક મુખ્યમંત્રી હોવા છતાં તેમના મનમાં મહિલાઓ વિશે સમ્માન નથી. જે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. તેઓ અન્ય પાર્ટીની રાજનીતિ સાથે જાેડાયેલ મહિલાઓના જૂના વિડીયોનો ઉપયોગ કરે છે. રિજુ દત્તાએ આ અંગે ન્યૂઝ એજન્સી છદ્ગૈં સાથે વાત કરીને જણાવ્યું કે, સ્મૃતિ ઈરાનીએ જે કંઈપણ પહેરવાનો ર્નિણય કર્યો તેનાથી ્‌સ્ઝ્રને કોઈપણ પ્રકારની સમસ્યા નથી. તેમણે જે કંઈપણ કર્યું તે તેમનો અધિકાર હતો. ભાજપના મોરલ પોલિસિંગ અને કેટલાક ખાસ લોકો પ્રત્યે તેમના આક્રોશનો વિરોધ કરી રહ્યા છીએ. આ બાબતે મેં તેમને અરીસો પણ બતાવ્યો છે. અહીં નોંધનીય છે કે, ‘બેશરમ રંગ’ ગીતને બુધવારથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. મધ્ય પ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ દીપિકા પાદુકોણ પર નિશાન સાધ્યું છે. તેમણે જણાવ્યું કે, ગીતના સીનને ફરીથી કરેક્ટ કરવામાં નહીં આવે તો ફિલ્મ ‘પઠાણ’ને રિલીઝ કરવાની પરવાનગી આપવામાં આવશે નહીં. તેમણે જણાવ્યું કે, ગીતમાં જે પણ કપડા પહેર્યા છે તે ખૂબ જ આપત્તિજનક છે. આ ગીતને પ્રોડ્યુસ કરવામાં કેટલાક અસામાજિક તત્ત્વો જાેડાયેલા છે. દીપિકા પાદુકોણ ત્નદ્ગેં (જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી) ના વિરોધ પ્રદર્શનમાં ગઈ હતી, તે સમયે તે ટુકડે ટુકડે ગેંગની સમર્થક હતી. આ કારણોસર હું તેમને વિનંતી કરું છું કે તેઓ ગીતના સીનને યોગ્ય રીતે ફરી બનાવે અને કપડા પણ વ્યવસ્થિત કરે. આ પ્રકારે કરવામાં નહીં આવેતો આ ફિલ્મને મધ્યપ્રદેશમાં રિલીઝ કરવામાં નહીં આવે. ત્યારબાદ ફિલ્મ બાહુબલીના પ્રોડ્યુસર શોબૂ યાર્લાગડ્ડા અને ફેમસ એક્ટર પ્રકાશ રાજે આ પ્રકારના મિશ્રાના નિવેદન અંગે નારાજગી વ્યક્ત કરી છે. નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું છે કે, આપણે ખૂબ જ નીચલા સ્તર પર જઈ રહ્યા છીએ. પ્રકાશ રાજે મિશ્રાના ટિ્‌વટને કો-ટિ્‌વટ કરીને ‘અંધ ભક્તો’ની ટીકા કરી છે. ગુરુવારના રોજ અભિનેતા શાહરૂખ ખાન કોલકત્તા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવના ઉદઘાટન સમારોહમાંરહ્યો હતો. જેમાં તેમણે સોશિયલ મીડિયાની નેરોનેસ વિશે વાત કરી હતી. શાહરૂખ ખાને જણાવ્યું કે, ‘સિનેમા અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકો પોતાના વિચારો વ્યક્ત કરી રહ્યા છે. સોશિયલ મીડિયાએ આપણા સહુની સામૂહિક કહાનીને એક આકાર આપ્યો છે. બીજી તરફ સોશિયલ મીડિયાની મદદથી સિનેમાને નકારાત્મક રીતે અસર થઈ રહી છે. આ પરિસ્થિતિમાં સિનેમાએ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *